ડોક્ટરોની માતાનું નિધન થયું છતા પણ ડ્યૂટી છોડ્યા વગર કોરોના સામે સંભાળ્યો મોરચો, ડ્યૂટી પતાવ્યા પછી કર્યા માતાનાં અંતિમ સંસ્કાર, હજારો સલામ છે આ ડોક્ટરને

ભારતની સ્થિતિ હેલ્થ ઇમરજન્સી જેવી બની ગઈ છે. રાજ્યો લોકડાઉન થઈ ચુક્યા છે. સ્કૂલ, કૉલેજ, શહેર કોરોનાનાં કારણે બંધ છે. લોકોને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે, પરંતુ ડૉક્ટર્સ, પોલીસકર્મી, સફાઈકર્મી તેમનું શું! આ દરમિયાન ઓરિસ્સાથી એક ભાવુક કરી દેવ તેવા સમાચાર આવી રહ્યા છે. અહીં એક ડૉક્ટરનાં માતાનું મોત થયું, પરંતુ તેમ છતા તેઓ એ જ દિવસે પોતાની ડ્યૂટી પર પહોંચ્યા.

શું છે આખો મામલો?

17 માર્ચનાં દિવસે સંબલપુરનાં આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઑફિસર ડૉ. અશોક દાસે પોતાની 80 વર્ષિય માતા પદ્મિની દાસને ખોયા. આ મુશ્કેલ સમયમાં પણ અશોક દાસ પોતાની ડ્યૂટી પર પહોંચ્યા. તેમની ડ્યૂટી જિલ્લામાં નોડલ અધિકારી તરીકે હતી. ડૉક્ટર અશોકે અનેક બેઠકોમાં ભાગ લીધો. લોકોની વચ્ચે જઇને તેમણે કોરોનાને પહોંચી વળવાનાં ઉપાય સમજાવ્યા. એટલા સુધી કે જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ પણ ગયા. સ્થિતિનો પણ તાગ મેળવ્યો.

ડ્યૂટી પતાવ્યા પછી કર્યા માતાનાં અંતિમ સંસ્કાર

સાંજે ડ્યૂટીનું તમામ કામ પૂર્ણ કરીને તેઓ ઘરે પરત ફર્યા અને ‘મા’નાં અંતિમ સંસ્કાર કર્યા. ડૉ. અશોકે કહ્યું કે અત્યારે રજાઓથી વધારે જરૂરી પોતાની ડ્યૂટી કરવી છે અને તેમણે એ જ કર્યું. ઓરિસ્સાનાં જ આઈએએસ ઑફિસર નિકુંજ ધળે પણ એક ઉદાહરણ પુરુ પાડ્યું હતુ. તેમના પિતાનું નિધન થઈ ગયું હતુ. તેઓ 24 કલાકની અંદર જ પોતાના કામ પર પરત ફર્યા. તેમને રાજ્યનાં પ્રિંસિપલ સેક્રેટર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની જવાબદારી આપવામાં આવી છે. કોરોના વાયરસ સામેના આ યુદ્ધમાં નિકુંજ અને અશોક જેવા અધિકારીઓને સલામ છે.

પહેલા પણ સામે આવ્યો છે આવો મળી આવતો કેસ

ઓડિશાના આઇએએસ ઑફિસર નિકુંજ ધલે એ પણ આ રીતે મિશાલ પેશ કરી હતી. એમના પિતાનું નિધન થઇ ગયું હતું. એ 24 કલાકની અંદર જ પોતાના કામ પર પરત ફર્યા. એમને રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેયરની જવાબદારી આપવામાં આવી છે. કોરોના વાયરસની આ જંગમાં નિકુંજ અને અશોક જેવા અધિકારઓને સલામ કરવાનું તો બને છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો