ગોંડલના સુલતાનપુરના દિવ્યેશ કાછડીયાએ બ્રાવો ઈન્ટરનેનલ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુરના દિવ્યેશ કાછડીયાએ બ્રાવો ઈન્ટરનેનલ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી નામ રોશન કર્યું છે. દિવ્યેશ કાછડીયા દ્વારા છેલ્લા 2 વર્ષથી વિરા ગ્રુપના નામે સ્વચ્છ ભારત અભિયાન, પક્ષી બચાવો અભિયાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ બર્ડ નેસ્ટ નામથી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. તેમજ ક્લિન ઇન્ડિયામાં પણ નોમિનેશનમાં દિવ્યેશ કાછડીયાનું નામ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

1200થી વધુ ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કર્યું

સુલતાનપુરના વિરા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં વેસ્ટમાંથી બનાવેલા 1200થી વધુ ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું છે. ચકલીના માળા તદ્દન ઇકો ફ્રેન્ડલી છે. કારણ કે આ માળા ખેત પિયતમાં વપરાતા ટપક પદ્ધતિના પૂઠામાંથી બનાવવામાં આવે છે. મહત્વનું છે કે આ કાર્યમાં વિરા ગ્રૃપના સભ્યો શૈલેષભાઇ ગોંડલીયા, મનોજ ભાદાણી, લાલજી કાછડીયા, મુકેશ બોઘાણી, તેમજ જયદીપ ભાદાણી જોડાયેલા છે.

વિરા ગ્રુપનું નામ બ્રાવો વર્લ્ડ રેકોર્ડની ઓફિશીયલી સાઈટ પર મુકાયું

વિરા ગ્રુપનું આ સેવાકીય કાર્ય હજુ પણ ચાલુ જ છે. તેમજ વિરા ગ્રુપનું એક જીવન આપકે નામ સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. આ રેકોર્ડ માટે તારીખ 15 જુનના દિવસે ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે બાદ 23 જુને ઇ-મેઇલ દ્વારા બ્રાવો ઇન્ટરનેશનલ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવ્યું હતું. વિરા ગ્રૃપ સુલતાનપુરના આ કાર્યનું કામ બ્રાવો વર્લ્ડ રેકોર્ડની ઓફિશીયલી સાઈટ પર પણ મુકવામાં આવ્યું છે. વિરા ગ્રુપ સુલતાનપુરના આ કાર્યને સુલતાનપુરના લોકોએ વધાવ્યું હતું. આમ સુલતાનપુરના દિવ્યેશ કાછડીયાએ સુલતાનપુર ગામનું ગૌરવ વધાર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો