કિન્નર સમાજનો એક વર્ગ, કોરોનામાં પોતાની ફરજ ન ચૂકયો. સામાન્ય સંજોગોમાં લોકો આ વર્ગ પ્રત્યે બહુ આદરભાવ નથી બતાવતો, પરંતુ કોરોનાની આ મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં કિન્નરોએ હજારો લોકોને મદદ કરી છે. કિન્નરોએ તે માટે દસેક લાખ રૂપિયાો ખર્ચ કર્યો છે. કિન્નરોએ કિટમાં લોટ, ચોખાથી લઈને બિસ્કિટ, હળદર, તેલ જેવી વસ્તુઓ આપી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
લિંબાયતની પાયલકુંવરે જણાવ્યું હતું કે સંકટના આ સમયમાં ગરીબ લોકોની સમસ્યા નથી જોવાતી. હું અને મારા આખા ગૃપે કિટ બનાવીને વહેંચી છે અમે અમારા માટે ફોટો પાડ્યા છે. જે અમે સોસિયલ મીડિયા પર વાઇરલ નથી કર્યા. કિટની સાથે માસ્ક પણ અમે વહેંચ્યા હતા. સમાજ અમે તેમની ખુશીમાં શામેલ કરે છે. ખુશીમાં અમને દાપુ આપે છે. જોકે અમેે લોકોને સંટકમાં મદદ કરીએ છે. આ અમારી સમાજ પ્રત્યેની ફરજ છે.
અર્ચના કુંવરે જણાવ્યું હતું અમે લોકોને કિટ તો આપી સાથે લોકોને ઘરમાં રહી લોક ડાઉનનું પાલન કરવા કહ્યું હતું. લોકો કિન્નરોને ફોન કરીને મદદ માંગી રહ્યા છે. એમ તો કિન્નરોનો અલગ-અલગ વિસ્તાર છે પરંતુ અન્ય વિસ્તારમાંથી મદદ માટે ફોન આવે તો અમે તે વિસ્તારમાં પણ કિટ આપવા જઈએ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..