ડિમ્પલ સંઘાણી બન્યા મિસિઝ એશિયા UK 2018, છે સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ

ગુજરાતી લોકો વિદેશમાં જઇને પોતાનું નામ રોશન કરી રહ્યા છે. મૂળ ગુજરાતના પણ હૈદરાબાદમાં જન્મેલા અને મોટા થયેલા ડિમ્પલ સંઘાણીને મિસિઝ એશિયા યુકે 2018નું બહુમાન મળ્યું છે. ડિમ્પલ સંઘાણી સેલેબ્રિટી મેક-અપ આર્ટીસ્ટ તેમજ હેર સ્ટાઇલિસ્ટ પણ છે.

18 વર્ષની ઉંમરે મિસ હૈદરાબાદ

ડિમ્પલ સંઘાણીની ઉંમર હાલ 36 વર્ષ છે અને તેઓ મિસ કન્ટ્રી ક્લબ 2000 રહી ચૂક્યા છે. એટલું જ નહીં માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ મિસ હૈદરાબાદનો ખિતાબ પણ જીતી ચૂક્યા છે. 18 વર્ષની ઉંમરે જ તેમના લગ્ન થયા અને ત્યાર બાદ લંડનમાં સેટલ થયા. લંડનમાં તેઓ 3 વર્ષ હેરડ્રેસિંગનું ભણ્યા. લંડનમાં આવતા મોટાભાગના બોલીવુડ સ્ટાર્સના તેઓ હેરડ્રેસર છે. તેમની ખાસિયત એ છે કે તેઓ તેમના કામમાં પરફેક્શનનો આગ્રહ રાખે છે.

ડિમ્પલ સંઘાણીનું માનવું છે કે એક મહિલા તરીકે હું બુદ્ધિ, કરૂણા અને સુંદરતાનો સુભગ સમન્વય છું અને દરેક મહિલામાં આ ગુણો હોય છે. જેનાથી આપણે દુનિયાને દરેક લોકો માટે એક સુંદર જગ્યા બનાવીએ શકીએ છીએ. સુંદરતા તો વ્યક્તિની અંદર હોય છે જે સ્માઇલ દ્ધારા ચહેરા અને ગાલો પર પથરાય છે. તેઓ કહે છે કે હું સ્માઇલ સાથે જ જન્મીછું. મારા ફેમિલીમાં હું એક માત્ર એવી વ્યકિત છું જેના ગાલ પર આટલા મોટા ડિમ્પલ પડતા પડે છે જેના કારણે મારૂ નામ ડિમ્પલ પાડવામાં આવ્યું. મારા નામ પ્રમાણે જ હું દુનિયામાં સ્માઇલ ફેલાવું છું.

સિનેમા અને ટીવીમાં કામ કરવાનો શોખ ધરાવતા ડિમ્પલનો પ્રોફેશન સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ છે અને તે પરફેક્શનમાં માને છે. તેઓ હંમેશા તેના ક્લાયન્ટ્સના ફેસ પર સ્માઇલ જોવા માંગે છે અને જેનાથી તેમને સંતોષ મળે છે. પ્રોફેશન ઉપરાંત તેમના માટે તેમની ફેમિલી પણ ઘણું જ મહત્વ ધરાવે છે. ડિમ્પલ પર તેમના દાદાની ઘણી અસર જોઇ શકાય છે. તેમના દાદાની ફિલોસોફી હતી કે ઉદારતા, દયાભાવ અને પ્રેમની ભાવના સાથે જીવન જીવો.

ડિમ્પલ જણાવે છે કે મારા પતિ અને માતા-પિતા મારા માટે એક મોટા પ્રેરણાસ્ત્રોત અને સપોર્ટર્સ છે. જેમના કારણે જ મને સફળતા મળી છે. તેઓ જણાવે છે કે મારા બાળકો જ મારૂ જીવન છે અને તેમના માટે હું પૂરતો સમય આપું છું. બાળકો માટે જે બેસ્ટ છે તે આપવાનો પ્રયત્ન કરું છું. હૈદરાબાદમાં જન્મીને મોટા થયેલા ડિમ્પલની ડિક્ક્ષનરીમાં અશક્ય જેવા શબ્દો નથી.

આ સેલિબ્રિટી તેમના ક્લાયન્ટ્સ

તેમના હેરસ્ટાઇલિંગ અને મેક-અપ આર્ટીસ્ટ ક્લાયન્ટ્સમાં અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણ, સાકિબ સલિમ, રાજ કુમાર રાવ, શબાના આઝમી, સોનાલી કુલકર્ણી, ગુલશન ગ્રોવર, મીરા સયાલ, ગુરદાસ માન, અરમાન મલિક, શર્લી સેટીઆ, કરણ વાહી, શાન અને ઇંગ્લેડન્ ક્રિકેટર્સ જેવા કે મોઇન અલી, રવિ બોપારા અને અન્ય ઘણાં લોકોનો સમાવેશ થાય છે. 2015માં હેરસ્ટાઇલિસ્ટનો BEFFTA Award તેમને મળેલો છે. તેમજ BMA Gold હેરસ્ટાઇલિસ્ટ એવોર્ડ પણ તેમને મળ્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર