દીકરી અને વહુમાં શું ફર્ક છે ??

દીકરી અને વહુમાં શું ફર્ક છે ?? ચાલો જોઈએ મસ્ત મજાનો આર્ટિકલ. બધાને વાંચવો ખૂબ જ ગમશે. દીકરીએ એક જ છે પણ એને કેટલી બધી રીતે જોવામાં આવે છે અને પારખવામાં આવે છે.

સૌપ્રથમ જન્મ થાય છે. એટલે કે કોઈને ઘરની દિકરી બને છે. પછી મોટી થાય છે ત્યારે તે કોઈના ઘરની વહુ બને છે. પત્ની બને છે. સાસુ બને છે. નણંદ બને છે ભાભી બને છે. વ્યક્તિત્વ એક જ છે પણ સમય સાથે તેનું સ્વરૂપ બદલાય છે.

– દીકરીએ કુળના વંશ છે.તો પણ વહુ પણ એ કુળના વંશ જ છે.

– દીકરી સવારે મોડી ઉઠે તો ચાલે પરંતુ વહું સવારે મોડી ઉઠે એ ન ચાલે.

– દિકરી જીનસ પેરે ચાલે,કારણ કે મોર્ડન જમાનાની છે પણ વહુ જીન્સ પહેરે ન ચાલે કારણ કે અમારા સમાજમાં સારું ના લાગે.

– દીકરીને ઍક્ઝામ હોય તો વાંચ બેટા જ્યારે વહુની એક્ઝામ હોય તો તરત જ કે આટલું કામ પતાવીને વાંચવા બેસજેને.

– દીકરીને જન્મવા બનાવતી વખતે ભૂલ પડે તો ચાલે પરંતુ વહુને જમવા બનાવતી વખતે ભૂલ પડે તો તરત જ કહી દે કે તને આટલું નથી આવડતું.

– દીકરી સાસરે જાય ત્યારે રોજ ફોન થાય, પરંતુ વહુ જો કોઈ દિવસ પિયર જાય ત્યારે ફોન થાય છે?

– જ્યારે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે દીકરીને બદલે તેની મમ્મી પાણી લાવશે તો કોઈ-કઈ જ નહિ પૂછે પરંતુ જ્યારે વહું પાણી નહીં આપે તો ત્યારે 10 પ્રશ્નો પૂછશે.

– દીકરી જ્યારે જોબ પરથી આવે ત્યારે મમ્મી તરત જ બોલે કે ચલ બેટા આરામ કર જમવાનું થાય એટલે તેને કહુ, પરંતુ જ્યારે વહું જોબ પરથી આવે ત્યારે જમવાનું બનાવું પડતું હોય છે.

– દિકરી કોઇ એક કામ કરે તો તેની વાહવાહ થાય ત્યારે વહું એક કામ બાકી રાખે તેને દસ વાર કહેવામાં આવે કે તું આ કામ નથી કરતી અને વારંવાર મહેણા ટોણા મારવામા આવે.

– દીકરી પોતાના કામમાં વ્યસ્ત હોય ત્યારે કોઈ કંઈ જ નહીં પૂછે, પરંતુ વહુ જ્યારે વ્યસ્ત હશે ત્યારે તરત જ કહેશે તો તુ અમને ટાઈમ નથી આપતી.

– દીકરી જ્યારે બીમાર હોય ત્યારે તેને બહુ સંભાળ કરવામાં આવે પરંતુ જ્યારે વહું બીમાર હોય ત્યારે આટલી સંભાળ કરવામાં નથી આવતી.

– દીકરીના આંસુ ની કિંમત થાય છે પરંતુ વહુ ના આસુની કોઈ કિંમત નથી કરતુ.

– દીકરી ઉપર કોઈપણ પ્રકારની આશા નથી રાખી શકતા તો વહુ માટે કેમ આટલી બધી આશા રાખવી કે આ કરશે તે કરશે.

– દિકરી દુખી થાય છે ત્યારે માબાપના આંખમાંથી પાણી આવી જાય છે તો એવું કેમ નથી વિચારતા કે વહુ પણ એક ઘરની દીકરી છે

દીકરી ની ભૂલો આપણે નથી શોધી શકતા તો પ્રયત્ન કરવો જોઇએ કે વહુઓની ભૂલ પણ આપણે ન શોધવી જોઈએ. દીકરી વહાલનો દરિયો છે. દીકરી પિતા માટે ધબકતું હૃદય છે. તો વહું પણ બીજા ઘરની દીકરી છે. મેરેજ કરેલ આવેલી છોકરીમાં મેચ્યોરિટી તો હોય જ તો તમે કેમ તેને બાંધવા માંગો છો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો