સુરત પોલીસે એક એવા વાહન ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે જે માત્ર રત્નકલાકર ને તેપણ નક્કી કરેલા વિસ્તારમાંથી ગાડી કરતો હતો ચોરી જોકે પોતાના સાઢુ ભાઈ ની વધારે કમાણી સામે તેની ઓછી કમાણી હોવાને લઈને પત્ની દરરોજ કરતી હતી કંકાસ જેને લઈને રૂપિયા કમાવા માટે વાહન ચોરી કરતો હતો જોકે પોલીસે આ ઈસમ પાસથ 30 જેટલી બાઇક કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરત પોલીસે સુરત માં શહેરમાં છેલ્લા લાંબા સમય થી બાઈક ની ચોરીની સતત ઘટના વધી રહી હતી જેને લઇને પોલીસે આવી ચોરી કરવા વાળા ઈસમોને પકડ પાડવા માટે સતત મહેનત કરી રહી હતી ત્યારે પોલીસને હકીકત મળી હતી કે મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જાડિયા ગામના વતની અને હાલમાં સુરતના મોટા વરાછા ના ઉતરાણ ખાતે આવેલ સાંઈકૃપા સોસાયટીમાં આવેલા ગોપાલ ક્રિશ્ના ઍપાર્ટમેન માં રહેતા અને રત્નકલાકર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચાલવતા બળવંત ચૌહાણ ચોરીની ગાડીઓ સાથે ફરી રહ્યાની વિગત મળી હતી.
જોકે પોલીસે આરોપી ને કાપોદ્રાના હીરાબાગ સર્કલ પાસેથી ઝડપી પડ્યો હતો અને તેની પાસે રહેલી ગાડી વિષે પૂછતાં તે ચોરીની હોવાની કાબાઉલટ કરી હતી જોકે પુલીસે આરોપી કડકાઈ થી પૂછપરછ કરતા આરોપી બળવંતનો સાઢુ ભાઈ વધારે કમાતા હોય અને પોતે ઓછું કમાતા હોવાને લઇને પત્ની દરોજ કામની ને લઇને કંકાસ કરતી હતી જેને લઈને પોતે રૂપિયા કમાવા માટે વાહન ચોરી કરવાના રવાઢે ચઢીયો હતો.
પોતે રત્ન કલાકાર હોવાને લઇને સુરતના કાપોદ્રા, વરાછા, કતારગામના વિસ્તારમાં રત્નકલાકર કામ પર જાય ત્યારે ગાડી પાર્ક કરતા હતા તે ગાડી પોતાની પાસે રહેલી ચાવી વડે ખોલી તેની ચોરી કરી સંતાડી દેતો હતો અને અત્યારસુધીમાં સુધીમાં ચોરી કરી કરેલ ગાડી અંદાજિત 30 જેટલી ગાડી સૌરાષ્ટ વેચવાની ત્યારી કરતો હતો ને પોલીસે તેને ઝડપી પાડ્યો હોવાની કબૂલાત કરી હતી.
જોકે આરોપી એ કાપોદ્રા વિસ્તારમાં માંથી 8 ગાડી વરાછા વિસ્તારમાં માંથી 11 ગાડી જયારે કટરગામ વિસ્તારમાં માંથી 7 ગાડી અને અમરોપ વિસ્તાર માંથી બે સચિન વિસ્તારમાં થી એક અને મહિધરપુરા વિસ્તારમાંથી એક ગાડી ચોરી કારિયાણી કબૂલાત કરી હતી જોકે પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ચોરીની તમામ 30 જેલતી બાઈક કબજે કરી આ ઈસમવિરુદ્ધ વધુ તપાસ શરુ કરી છે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..