ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પછી સાપ-વીંછી જેવા ઝેરી જીવ જંતુઓ બહાર નીકળતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડ્યો હતો. આ ઘટનામાં 9 વર્ષની બહેનનું સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતુ. જ્યારે 11 વર્ષનો ભાઇ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
માવતર વગરના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડ્યો
છેલ્લા બે ત્રણ દિવસથી ધ્રાંગધ્રા પથંકમાં વરસાદી ઝાપટા વચ્ચે બફારાનું વાતાવરણ રહે છે. ત્યારે આજે ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના અને પોતાના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડવાની ગોઝારી ઘટના બનવા પામી હતી.
હોસ્પિટલે પહોંચે એ પહેલા જ રસ્તામાં બહેનનું મોત
આ ઘટનાની જાણ થતાં એના પરિવારજનો અને પાડોશીઓ દ્વારા બંને ભાઇ-બહેનને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં 9 વર્ષની બહેન કિંજલનું હોસ્પિટલે પહોંચે એ પહેલા જ રસ્તામાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે 11 વર્ષનો ભાઇ ઉમંગ પણ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે.
કુદરતની કરૂણ ઠોકરથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં
મા-બાપ વગરના ભાઇ-બહેન પર કુદરતની કરૂણ ઠોકરથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતા. આ અંગે એમના દાદીએ રોકકળ અને આક્રંદ સાથે જણાવ્યું કે, બંનેને કોઇ ઝેરી જાનવર કરડતા બંને જણાએ પેટમાં દુ:ખાવાની ફરીયાદ કરતા બંનેને દવાખાને લઇ જવાયા હતા. જેમાં બાળકી મોતને ભેંટી છે અને બાળક દવાખાનામાં છે. ડોક્ટરના જણાવ્યાંનુસાર ઝેરી સાપ કરડવાના લીધે આ બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..