ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગી સામે લડી રહેલા એક દંપતીએ (couple) ત્રણ બાળકોની હત્યા (children murder) કર્યા બાદ આત્મહત્યા (suicide) કર્યાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. શુક્રવારે સવારે એક ઘરની અંદરથી પાંચ લાશ મળવાની માહિતી મળતા ગામમાં ખળભરાટ મચી ગયો હતો. પોલીસને (police) ઘટના સ્થળેથી સૂસાઈડ નોટ મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સફેદાબાદમાં પ્રોપર્ટી ડીલર વિવેક કુમાર શુક્લા પોતાના પરિવારથી અલગ રહેતા હતા. જોકે, પત્ની અને બાળકો તેમની સાથે રહેતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અનેક દિવસોથી તેમના ઘરમાં કોઈ ગતિવિધિ ન થતાં બીજા મકાનમાં અલગ રેતી વિવેક શુક્લાની માતાએ છતથી અંદર જોયું હતું. માતાનું કહેવું હતું કે ત્રણ દિવસ કોઈ હલચલ ન થતાં જોયું તો વિવેક રસ્સીથી લટકતો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે ઘરનો દરવાજો તોડ્યો હતો.
પુત્રીઓના શરીર ઉપર ચપ્પાના નિશાન
એક રૂમમાં વિવેકની પત્ની અને બે પુત્રીઓ પડી હતી. બંને પુત્રીઓના શરીર ઉપર ચપ્પાના નિશાન હતા. પત્નીના શરીર ઉપર કોઈ ઈજા ન હતી. એવું લાગતું હતું કે ઝેર ખાધું હશે. આંગણામાં વિવેક લટકતો મળ્યો હતો. આગળના રૂમમાં પુત્રની લાશ લોહીથી લથપથ મળી હતી. ઘટના સ્થળે ચપ્પુ મળ્યું હતું. અને એક સૂસાઈડ નોટ અંગ્રેજીમાં લખેલી હતી.
‘અમે વિચારી રહ્યા હતા કે સ્થિતિ ઠીક થશે’
સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘અમે આર્થિક તંગીમાં જીવી રહ્યા હતા. લોકોને ઘણાં પૈસા આપવાના હતા. અમે વિચારી રહ્યા હતા કે સ્થિતિ ઠીક થઈ જશે. અનેક દિવસોથી પ્રયત્નો પણ કરી રહ્યા હતા. પરંતુ આમાં સફળ રહ્યા ન હતા. હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું. જો અમે આવું ન કરીએ તો અમારા બાળકોની કોઈ દેખરેખ ન કરે. કારણ કે અમારા પરિવારમાં સંબંધો સારા નથી.’
11 વર્ષ પહેલા કર્યા હતા love marriage
ઘટના સ્થળે ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 11 વર્ષ પહેલા વિવેકે લવ મેરેજ કર્યાહતા. પહેલા મોબાઈલની દુકાન હતી. બે વર્ષ પહેલા ગેરેઝનું કામ શરું કર્યું હતું. હવે પ્રોપર્ટીનું કામ શરું કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..