સુરતમાં વહુએ સાસુની જીવતા જીવ તમામ ઇચ્છા પૂરી કરી અને મુત્યું બાદ દીકરી બનીને આપી કાંધ

તમે મુત્યુ બાદ માતા કે પિતાને દીકરી દ્વારા કાંધ આપવાની અનેક ઘટના જોઈ હશે, પણ વહુને રાખતા સાસુનાં મૃત્યુ બાદ વહુ દ્વારા સાસુને કાંધ આપવામાં આવી છે. સાસુને જીવતા જીવ તેમની તમામ ઇચ્છા છોકરી બનીને પૂરી કરવા સાથે મૃત્યુ બાદ કોઈપણ વિધિ કરીને હજારો રુપિયા ન વાપરવાની સાસુની અંતિમ ઇચ્છા પુરી કરી સમાજમાં એક દાખતો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અડાજણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ શિવાશિષ કોમ્પ્લેક્સ પાસે અર્ચન એપાર્ટમેન્ટમાં રહેતા મીનાક્ષીબેન બળવંતભાઈ મિસ્ત્રી એક કંપનીમાં ફાઈનાન્સિયલ એડવાઇઝર છે. તેમના પતિ બળવંતભાઈ ડોક્ટર છે. મીનાક્ષીબેનનાં 100 વર્ષનાં સાસુ ધનકુવરબેનનું 6 માર્ચનાં રોજ અવસાન થયું હતું. ત્યારે તેમના વહુ મીનાક્ષીબેને પણ કાંધ આપી હતી. આ સાસુ વહુને માતા અને દીકરીની જેમ બનતું હતું.

સાસુ ધનકુવરબેને વહુનાં મૃત્યુ બાદ અંતિમકિયામાં ખોટા ખર્ચ ન કરીને સમાજને એક મેસેજ આપવાની વાત કરી હતી. ત્યારે સાસુ સાથે દીકરી કરતા વધુ બનતું હોવાને લઇને સુરતનાં મિનાક્ષીબેને તેમના સાસુને જીવતા જીવ તમામ ઇચ્છા પુરી કરી તેમના મૃત્ય બાદ દીકરી તરીકે તેમની સ્માશન યાત્રામાં કાંધ આપીને સમાજમાં એક સાથે બે દાખલ બેસાડ્યા છે.

મીનાક્ષીબેને આ બાબતે જણાવ્યું હતું કે, ‘તેઓ તેમની સાસુનાં બહુ નજીક હતા. તેથી દિયર અશ્વીનભાઈ સાથે તેઓએ પણ કાંધ આપી હતી. બીજુ કે મૃત્યુ પછીની કોઈ પણ વિધીમાં ખોટા ખર્ચ કરવાની જરૂરત નથી. તેનાથી વધુ સારૂ એ કે જે વ્યકિતની ઉંમર થઈ હોય તે વ્યકિતની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરવામાં આવે. મેં મારી સાસુની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરી હતી. તેઓએ જે વસ્તુ માંગી તે વસ્તુઓ આપી. તેઓએ પહેલા જ કહી રાખ્યું હતું કે તેમને કઈ સાડીમાં અંતિમ વિદાય આપવી અમે તેમની ઇચ્છા મુજબની સાડીમાં વિદાય આપી છે. તેમની અંતિમ વિધી બાદ એક પણ વિધી કરવાની નથી. 2004માં અમારા સસરાના મૃત્યુ બાદ વિધી કરી ન હતી. ટૂંકમાં મૃત્યુ બાદ જે-તે વ્યકિતના નામે વિધી કરીને ખોટા ખર્ચ નહીં કરીને તેમની અંતિમ ઇચ્છાઓ પુર્ણ કરવી જોઈએ.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો