મરતા પહેલા પિતાએ કીધું કે પરીક્ષા ના છોડીશ, પિતાની ઇચ્છા પૂરી કરવા દીકરીએ પહેલા પરીક્ષા આપી અને પછી પિતાને કાંધ આપી

છત્તીસગઢ઼મા ધમતરીમાં એક એવી ઘટના બની કે જેને જોઈને ત્યાં મોજૂદ સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. એક દીકરીએ તેના પિતાની ઈચ્છા તો પૂરી કરી જ પણ સંતાન ધર્મનું પાલન પણ કર્યું. ધમતરીના આમદી નગર પંચાયતમાં 3 માર્ચના રોજ ગમગીન માહોલ રહ્યો. રોડ અકસ્માતમાં પિતાના નિધન બાદ પણ દીકરીએ તેમની ઈચ્છા અનુસાર 10માની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષા આપ્યા બાદ તેણે પિતાની અર્થીને કાંધ પણ આપી. દીકરીએ પિતાના અંતિમ સંસ્કારની વીધિઓ પણ કરી.

રોડ અકસ્માતમાં થયું પિતાનું મૃત્યુ

ધમતરીના આમદી નગર પંચાયત કાર્યાલયની સામે 2 માર્ચના રોજ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. તે અકસ્માતમાં કુમાર સાહૂ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યાર બાદ તેમનું મોત થયું હતું. મરતા પહેલા પિતાની ઈચ્છા હતી કે તેમની દીકરી કિરણ તેની બોર્ડની પરીક્ષા ન છોડે. આ જ અકસ્માતમાં કિરણના ભાઈ રોહિત સાહૂને પણ ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

પિતાની મોત બાદ પણ પરીક્ષા આપીઃ

પિતા કુમાર સાહૂની મોત અને ભાઈ રોહિત સાહૂની ગંભીર હાલતની જાણકારી મળ્યા પછી પણ કિરણ સાહૂએ સવારે 10માની બોર્ડની પરીક્ષા આપી. હિંદી વિષયની પરીક્ષા આપ્યા પછી તે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ. કુમાર સાહૂની ત્રણ દીકરીઓ છે. મોટી દીકરી કિરણ 10માનો અભ્યાસ કરી રહી છે. દામિની સાહૂ ધોરણ 7મા અને નાની બહેન અમિતા સાહૂ ચોથા ધોરણમાં ભણે છે. ત્રણેય દીકરીઓએ મળીને પિતાને મુખાગ્નિ આપી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો