ભૂવાએ પોત પ્રકાશ્યું: સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભૂવો યુવતીને સ્મશાનમાં લઈ ગયો, પરિવારના લોકોને દૂર મોકલી આચર્યું દુષ્કર્મ

ધાર્યું કામ કરાવવા માટે લોકો અંધશ્રદ્ધામાં ફસાતા હોય છે. ભોળી પ્રજાને પોતાની જાળમાં ફસાવવા માટે તેમની આસપાસ જ પાખંડીઓ ટાપીને બેઠા હોય છે. દાહોદ જિલ્લા (Dahod District)માં સંતાન પ્રાપ્તિની આશામાં એક યુવતી (Girl) દુષ્કર્મનો ભોગ બની છે. આ મામલે સીંગડવ તાલુકાના રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. એવી પણ માહિતી મળી છે કે ઢોંગી ભૂવા (Tantrik)એ સ્મશાન ખાતે યુવતીના પરિવારના લોકોને દૂર મોકલી દીધા હતા. જે બાદમાં યુવતીને નિર્વસ્ત્ર થવાનું કહ્યું હતું અને વિધિ કરવાના બહાને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘરની મહિલાને સાજી કરવાનું કહીને પુત્રવધૂને ફસાવી

મળતી માહિતી પ્રમાણે સીંગવડ તાલુકના એક ગામમાં એક મહિલા મગજની બીમારીથી પીડાઈ રહી છે. તમામ દવા કર્યા બાદ પરિવારના લોકો તેને નજીકના પલ્લા ગામ ખાતે આવેલા મુકેશ રૂપસિંગ સંગાડા નામના ભૂવા પાસે થઈ ગયા હતા. જ્યાં ભૂવાએ દાવો કર્યો હતો કે તે વિધિ કરીને મહિલાને સાજી કરી દેશે. આ દરમિયાન ભૂવાને માલુમ પડ્યું હતું કે પરિવારની પુત્રવધૂને કોઈ સંતાન નથી. આથી ભૂવાએ પરિવારને ઝાળમાં ફસાવીને પહેલા પુત્રવધૂને સંતાન અપાવી દેવાની વાત કરી હતી.

ભૂવાની વાતમાં ફસાયો પરિવાર

મહિલાને ઘણા સમયથી કોઈ સંતાન ન હોવાથી પરિવાર ભૂવાની મીઠી મીઠી વાતોમાં આવી ગયો હતો. જે બાદમાં પરિવાર સંતાનપ્રાપ્તિ માટે વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગયો હતો. જે બાદમાં નિઃસંતાન મહિલા, તેની નણંદ અને તેના સસરા ભૂવાના કહેવા પ્રમાણે છાપરી ગામ ખાતે આવેલા સ્મશાનમાં પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ ભૂવાએ એકલામાં વિધિ કરવાનું કહીને મહિલાની નણંદ અને સસરાને દૂર જતા રહેવા કહ્યું હતું.

જે બાદમાં ભૂવાએ કંઈક વિધિ કરવાનો ઢોંગ કર્યો હતો. જે બાદમાં યુવતીના હાથ પકડીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. મરજી વિરુદ્ધનું કૃત્ય થતાં જ યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી અને પરિવાર ત્યાં દોડી આવ્યો હતો. પરિવાર ત્યાં પહોંચતા જ ભૂવો ભાગી ગયો હતો. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો