ગાયના યુરિનમાંથી તૈયાર કરેલી કેપ્સ્યુલ-ટેબલેટથી કેન્સરનો થશે ઈલાજ, વૈજ્ઞાનિકોએ ફ્રિઝ ડ્રાઈંગ ટેકનોલોજીથી દવા તૈયાર કરી

ગાયના યુરિનમાંથી તૈયાર કરવામાં આવેલી કેપ્સ્યુલ અને ટેબલેટથી કેન્સરના બીજા સ્ટેજ તેમ જ કિડનીની સમસ્યાનો ઈલાજ થશે. હૃદય રોગ માટે પણ આ દવા અસરકારક છે. ફ્રિઝ ડ્રાઈંગટેકનોલોજીથી તૈયાર થયેલી આ દવા લોહીને પણ શુદ્ધ કરે છે.

ગુજરાતના સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના પ્રોફેસર ડો.ભારત ધોળકીયાએ તેમના સાથીઓ સાથે અનેક વર્ષની સખત મહેનત બાદ આ દવા તૈયાર કરી છે. તેમણે સોમવારે ગુરુ જમ્બેશ્વર યુનિવર્સિટી (GJU)ના ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સમ્મેલનના બીજા દિવસે આ સંશોધન રજૂ કર્યા હતા.

6 મહિના અગાઉ આ સફળતા મળી

ડો.ભારતે જણાવ્યું હતું કે ગાયના યુરિનના વિશેષ ગુણોને લીધે તેમાંથી દવા તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. અનેક વર્ષો સુધી સંશોધન કરવામાં આવ્યું હતું. ફ્રિઝ ડ્રાઈંગ ટેકનોલોજીની મદદથી -20 થી -30 ડિગ્રી તાપમાન પર ગાયના યુરિનમાંથી પાઉડર તૈયાર કરવામાં આવ્યો, ત્યારબાદ તેમાંથી ટેબલેટ અને કેપ્સ્યુલ તૈયાર કરવામાં આવી. આશરે છ મહિના અગાઉ તેમણે આ સંશોધનમાં સફળતા મેળવીહતી.

ફ્રિઝ ડ્રાઈંગ ટેકનોલોજી શું છે?

તે કોઈ પદાર્થમાંથી પાણી અલગ કરવાની એક પ્રક્રિયા છે. તેમાંથી તરલ પદાર્થને ખૂબ જ ઓછા દબાણ પર શૂન્ય કરતાં પણ નીચે તાપમાન પર ફ્રીઝ કરવામાં આવે છે. ત્યારબાદ ઓછા પ્રેસર પર તેને ગરમ કરવામાં આવે છે. તેનાથી પાણી અલગ થઈ જાય છે.

સવાર-સાંજએક-એક ટેબલેટ લેવાની રહેશે

આ સંશોધનમાં જોવા મળ્યું છે કે આ દવા દરેક પ્રકારના કેન્સરના બીજા સ્ટેજના ઈલાજમાં અસરકારક છે. દર્દીને આ ટેબલેટ સવારે અને સાંજે લેવાની હોય છે. તેમા પોટેશિયમ, કેલ્સિયમ, ઓમેગા 6 અને ઓમેગા 9 ફેટી એસિડ પણ હોય છે. ગુજરાતમાં તેનું વેચાણ શરૂ થઈ ગયું છે.

પ્રો.ભારત રિએક્ટરથી બાયો ડિઝલ પણ બનાવી ચુક્યા છે

પ્રો.ભારતે વાતાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવા માટે રિએક્ટરમાંથી બાયો ડિઝલ પણ તૈયાર કર્યું છે. તે વનસ્પતિ તેલમાંથી બનેલા બાયો ડિઝલથી અલગ છે. તેને કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર ડિઝલ એન્જીનમાં ઉપયોગ કરી શકાય છે. વનસ્પતિ તેલોમાંથી બનેલા ઈંધણને કેટલાક ફેરફારો સાથે ઈગ્નિશન કમ્બસ્શન એન્જિનમાં ઉપયોગ કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો