શિયાળામાં કફની સમસ્યા દૂર કરવા અકસીર ઈલાજ છે ગાયનું ઘી, આ રીતે ઉપયોગ કરો

ઘી વાળી રોટલી, દાળમાં નાંખેલું ઘી, ઘીમાં સાંતળેલો શીરો… ઘી કોને ન ભાવે? ઘી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ ફાયદાકારક છે. તે અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. શિયાળામાં ઘી વધારે ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં ઘટતી જતી એનર્જી લેવલને વધારવામાં મદદ કરવાની સાથે સાથે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. માનસિક સ્વાસ્થ્ય અને સ્કિન માટે પણ ઘી ખૂબ ફાયદાકારક છે.

પોષકતત્વોનો ખજાનોઃ

ઘીમાં હેલ્ધી ફેટ્સ ઉપરાંત વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન ડી જેવા પોષકતત્વો જોવા મળે છે. ઘણા લોકોને એવું છે કે ઘીમાં ફેટ વધારે હોવાથી તે સ્વાસ્થ્ય માટે સારુ નથી પરંતુ આ વાત ખોટી છે. ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ મળે છે જે બ્રેઈન અને હાર્ટ હેલ્થ માટે જરૂરી છે.

કફની સમસ્યા દૂર કરે છેઃ

શિયાળામાં ઘણા લોકોને કફની સમસ્યા નડે છે. આવામાં કફ દૂર કરવાનો સૌથી કારગર અને સરળ ઘરેલુ નુસ્ખો ઘીનો છે. નાની-દાદીના જમાનાથી કફ દૂર કરવામાં ઘીનો અસરકારક ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. આ માટે 1 ચમચી ઘી ગરમ કરો. તેનું સીધું સેવન કરો અથવા તો સૂંઠ સાથે પણ ઘીનું સેવન કરી શકો છો.

આંખનું તેજ વધેઃ

આયુર્વેદમાં જણાવ્યા મુજબ ઘી આંખોનું તેજ વધારે છે. તે આંખને અનેક પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે. ઘીને તમારા ડાયટમાં શામેલ કરો જેથી તમારી દૃષ્ટિ વધુ તેજ થાય.

માઈગ્રેનમાં ફાયદાકારકઃ

માઈગ્રેનમાં માથામાં દુઃખાવો થાય છે. એ વખતે ઉલ્ટી જેવું પણ થઈ શકે છે. આ સમસ્યામાં ગાયનું ઘી તમને મદદ કરી શકે છે. બે ટીપા ગાયનું ઘી નાકમાં સવાર-સાંજ નાંખવાથી માઈગ્રેનના દુઃખાવામાં રાહત મળે છે. ગાયનું ઘી નાકમાં નાંખવાથી એલર્જીમાં પણ છૂટકારો મળે છે. તેનાથી મગજ પણ એકદમ ફ્રેશ થઈ જાય છે.

કબજિયાત અને એસિડીટીઃ

તમને કબજિયાતની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા 1 ચમચી ઘીનું સેવન કરો. આનાથી પાચન તંત્ર હીલ થશે અને ડાઈજેશન સુધરશે. કબજિયાતની સમસ્યા દૂર થશે. ગાયનું ઘી નિયમિત ખાવાથી એસિડીટી પણ દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો