કોરોના વાઈરસના કહેરથી બચવા માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોના વાઈરસ સામે N-95 માસ્ક સૌથી વધુ અસરકારક છે. જો તમે પણ N-95 માસ્કનો ઉપયોગ કરતા હો,તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. સરકારના સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી તેનો ઉપયોગ રોકવા માટે ભલામણ કરી છે. વાલ્વવાળા N-95 માસ્ક વાઈરસને બહાર નીકળતા હોય ત્યાર તેને રોકવામાં મદદ કરતા નથી. તેથી N-95 માસ્કનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા માટે અસફળ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
N-95નો ઉપયોગ હાનિકારક સાબિત થઈ શકે છે
1
DGHSએ સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર ટ્રિપલ લેયર હોમમેડ માસ્કને સુરક્ષિત ગણાવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે રેસ્પિરેટર N-95નો ઉપયોગ હાનિકારક છે કારણ કે, તે વાઈરસને માસ્કની બહાર નીકળતા અટકાવતા નથી. ગર્ગે પત્રમાં લખ્યું છે કે, હું તમામને અનુરોધ કરું છુ કે ફેસકવર માટે N-95નો ઉપયોગ અટકાવવામાં આવે.
N-95 માસ્ક કરતાં ટ્રિપલ લેયર માસ્ક વધુ અસરકારક
સરકારની એડવાઈઝરી અનુસાર, ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધારે અસરકારક છે. હવે ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સ N-95 માસ્ક સાથે ટ્રિપલ લેયર માસ્કનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
સરકારે હોમમેડ માસ્કના ઉપયોગની સલાહ આપી
સરકારના નિર્દેશ પ્રમાણે, ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધુ સારો છે. WHOએ પણ વાલ્વવાળા N-95 કરતાં ટ્રિપલ લેયર માસ્કને શ્રેષ્ઠ ગણાવ્યો છે.
માસ્કને દરરોજ ધોવો જોઈએ
સરકારે એપ્રિલ મહિનામાં ફેસકવર કરવા માટે હોમમેડ માસ્કનો ઉપયોગ કરવા માટે સલાહ આપી હતી. ઘરની બહાર નીકળતા લોકો માસ્ક પહેરે તેમ કહેવાયું હતું. નિર્દેશાનુસાર,હોમમેડ માસ્કને દરરોજ ધોઈને સાફ કરવો જરૂરી છે. માસ્ક બનાવવા માટે સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકાય છે.
માસ્કના રંગથી કોઈ ફરક પડતો નથી
નિષ્ણાતોના મત અનુસાર, હોમમેડ માસ્કનો રંગ કેવો છે તેનાથી તેની અસરકારકતા પર કોઈ પણ ફરક પડતો નથી, પરંતુ કાપડના માસ્કને ઉકાળેલા પાણીમાં 5 મિનિટ રાખીને ધોવો જોઈએ અને તે સુકાઈ જાય ત્યારબાદ જ તેનો પ્રયોગ કરવો જોઈએ. ઉકાળેલા પાણીમાં મીઠું પણ ઉમેરી શકાય છે.
પરિવારના દરેક સભ્યનો અલગ માસ્ક હોવો જોઈએ
હોમમેડ માસ્ક ચહેરાને સારી રીતે કવર કરે તે જરૂરી છે. સાથે તે પણ આવશ્યક છે કે ઘરમાં દરેક સભ્યનો અલગ માસ્ક હોય તમારા માસ્કને કોઈ અન્ય સાથે શેર ન કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..