કોરોના વાયરસના કારણે દેશમાં જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તે તારીખ 3 મે સુધી ચાલુ રહેશે. હાલ લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે દેશમાં જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે મનુષ્યને સમસ્યા નડતી હશે પણ પર્યાવરણને ઘણો ફાયદો થયો છે. ગંગા નદીનું પાણી પહેલા કરતા ઘણું સ્વચ્છ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ એવું જાણવા મળ્યું છે કે ગંગા નદીમાં ગંદકીનો ઘટાડો થયો છે અને હાનિકારક જીવાણુઓ પણ ધીમે-ધીમે ઓછા થઈ રહ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ગંગા નદી નીચેની જમીન પણ દેખાવા લાગી છે
Ganga at Rishikesh, near the Lakshman jhoola on 24.04.2020.🙏
And all along we were searching for heaven…. pic.twitter.com/o6HzpNsFGC— Susanta Nanda IFS (@susantananda3) April 26, 2020
લોકડાઉનના કારણે મનુષ્યની અવરજવરમાં ઘટાડો થવાના કારણે હવે ગંગા નદીનું પાણી એટલું સ્વચ્છ થઈ ગયું છે કે પાણી નીચેની જમીન પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ગંગા નદીના સ્વચ્છ પાણીનો આ વિડીયો ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુસંતા નંદાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કરતા લખ્યું કે ઋષિકેશ પાસેની ગંગા નદી અને લક્ષ્મણ ઝૂલા પાસેનો તારીખ 24 એપ્રિલ, 2020નો આ વિડીયો છે. અને આપણે બધા લોકો સ્વર્ગની શોધ કરી રહ્યા છીએ. આ વિડીયોને અત્યાર સુધીમાં અઢળક વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
Ganga at Rishikesh, near the Lakshman jhoola on 24.04.2020.🙏
And all along we were searching for heaven…. pic.twitter.com/o6HzpNsFGC— Susanta Nanda IFS (@susantananda3) April 26, 2020
તારીખ 27 માર્ચના દિવસે સવારે તેમણે એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો શેર કરતા કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે હરિદ્વારની ગંગા નદી, લોકડાઉન ખતમ થયા બાદ તમે સરળતાથી પાપ ધોઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..