પદ્મ ભૂષણથી સન્માનિત ડૉક્ટર રેડ્ડીનો દાવો: ઈટલીની તુલનામાં ભારતમાં કોરોના વાયરસના જીનોમ અલગ છે, ભારત આ જંગ સરળતાથી જીતી જશે

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે. દરરોજ સંક્રમણના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી 32 લોકોનાં વાયરસના સંક્રમણના કારણે મોત પણ થઈ ચૂક્યા છે. આ બધાની વચ્ચે જાણીતા મેડિકલ એક્સપર્ટ ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી (Dr D Nageshwar Reddy)એ રાહતના સમાચાર આપ્યા છે. ડૉ. રેડ્ડીએ કહ્યું કે ચોક્કસપણે કોરોના વાયરસ (COVID-19)ના કેસ વધી રહ્યા છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. ભારત આ વાયરસની વિરુદ્ધ ચાલી રહેલું યુદ્ધ જીતી જશે.

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડૉ. રેડ્ડીએ આ વાત કહી. પદ્મ ભૂષણથી સન્માનિત ડૉ. રેડ્ડીએ કહ્યું કે, કોરોનાના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ જરૂરી છે. તેના માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ આ લૉકડાઉન 4 સપ્તાહથી વધુ ન હોવું જોઈએ. નોંધનીય છે કે દેશમાં 24 માર્ચની રાત્રે 12 વાગ્યાથી 21 દિવસો માટે લૉકડાઉન છે.

ડૉ. રેડ્ડી હાલમાં એશિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ગસ્ટ્રોએન્ટરોલાજીના ચેરમેન છે. તેઓએ કોરોનાથી સંક્રમણને લઈને બે મહત્વપૂર્ણ વાતો જણાવી જે ભારતના પક્ષમાં જાય છે. ડૉ. રેડ્ડી મુજબ, કોરોના ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરથી શરૂ થયો અને અહીંથી ફેલાયો. ચીનથી થઈને ઈટલી, અમેરિકા સહિત યૂરોપના અન્ય દેશોમાં ફેલાયો. લગભગ બેથી ત્રણ સપ્તાહની અંદર તે વાયરસ ભારતમાં આવ્યો. કોરોના એક આએનએ વાયરસ છે.

ચાર દેશોમાં આ વાયરસની સીક્વન્સિંગઃ

ડૉ. નાગેશ્વર રેડ્ડી મુજબ, કોરોના ચામાચિડીયાથી માણસોમાં ફેલાયો. પરંતુ ચોક્કસપણે જ્યારે તે વાયરસ ઈટલી, અમેરિકા કે ભારતમાં ફેલાયો તો તેનાથી જીનોટાઇપ્સ અલગ હશે. સમગ્ર વાયરસની સીક્વનસિંગ ચાર દેશમાં જ ગઈ છે. પહેલી અમેરિકા, બીજી ઈટલી, ત્રીજી ચીન અને અંતિમ દેશ ભારત છે.

ભારત માટે કેવી રીતે સારા સમાચાર?

ડૉ. રેડ્ડીએ વધુમાં જણાવ્યું કે, સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે ઈટલીની તુલનામાં ભારતમાં આ વાયરસના અલગ જીનોમ છે. ભારત માટે આ સારા સમાચાર એટલા માટે છે કારણ કે ભારતમાં આવેલા વાયરસના જીનોમના સ્પાઇક એક સિંગલ મ્યૂટેશનવાળા છે.

સ્પાઇક પ્રોટિન તે ક્ષેત્ર છે જે માનવ કોશિકા સાથે જોડાયેલું હોય છે. સિંગલ મ્યૂટેશન હોવાથી આ વાયરસ એક સપ્તાહમાં નબળું પડી જાય છે. એવામાં ભારત માટે કોરોના સામે જંગ જીતવો વધુ મુશ્કેલ નથી.

ડૉ. રડ્ડીએ કહ્યું કે, તેથી મારા મતે ભારતમાં જે કોરોના વાયરસ ફેલાયો છે તે વધુ ઘાતક નથી, તેથી મોતનો આંકડો પણ ઓછો છે અને વધુ લોકો સાજા થઈ રહ્યા છે. એવામાં ભારત આ લડાઈ ચોક્કસ જીતી જશે.

તેમણે કહ્યું કે, ઈટાલીમાં આ ઘાતક હોવાના કારણે અને ઘણાં દર્દીઓની ઉંમર 70-80 વર્ષથી ઉપર હોવાથી અને તેઓમાં ધૂર્મપાન, દારુ, ડાયાબીટિસ, બ્લડ પ્રેશર જેવા કારણોનો પણ સમાવેશ થાય છે. માટે અહીં મૃત્યુની ટકાવારી 10 ટકા સાથે સામાન્ય કરતા વધુ છે, જ્યારે ભારત, અમેરિકા, ચીનમાં મૃત્યુની ટકાવારી માત્ર 2 ટકા છે. વાયરસ જીનોમના આધારે મૃત્યુદર સંક્રમણદર અલગ હોય છે. ઈમ્યુનિટી સિસ્ટમ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

વાયરસ ફેલાવાથી દેશભરમાં ભયનો માહોલ છે તેના વિશે ડૉક્ટર રેડ્ડી કહે છે કે ઘણાં માધ્યમોમાં દાવો કરાયો છે કે 10 વર્ષ સુધીના બાળકો પર વધારે અસર નથી થતી, બીજુ યુવાન વ્યક્તિઓ પર તેની ઓછી અસર થાય છે. સામાન્ય રીતે 70 વર્ષની ઉંમરની વ્યક્તિ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવી સમસ્યાથી પીડાથી વ્યક્તિને ખતરો વધુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો