કોરોના સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર હાલ શાળાઓ ખોલવા પર વિચાર નથી કરી રહી. માત્ર ચંદીગઢની શાળાઓ જ ખોલવા પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે અને આ સિવાત તમામ શાળાઓમાં ઓનલાઇન ક્લાસિસ જ ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોરોના સંકટ વચ્ચે ક્યારે સ્કૂલ ખુલશે તેનો કોઇ નિર્ણય અત્યારે નહીં
ક્યારથી સ્કૂલ શરૂ થશે તે અત્યારે નક્કી ન કરી શકાય: સૂત્ર
સ્કૂલો ખોલવાને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારનું કહેવું છે કે, કોરોનાની સ્થિતિ વચ્ચે ક્યારે સ્કૂલ ખુલશે તેનો કોઇ નિર્ણય અત્યારે નથી લેવાયો. ક્યારથી સ્કૂલ શરૂ થશે તે અત્યારે નક્કી ન કરી શકાય. કોરોનાની સ્થિતિ પર નિર્ભર કરે છે કે શાળા ક્યારે ખુલશે. ચંદીગઢ સિવાય કોઇ રાજ્યની શાળા ખોલવાની તૈયારી નહીં. આ માહિતી ન્યૂઝ એજન્સી ANIએ સરકારી સૂત્રોના હવાલાથી મળી છે.
No timeline has been decided to open schools. The opening of schools will depend on the situation of #COVID19. So far only Union Territory of Chandigarh has expressed an intention to open schools: Government Sources
— ANI (@ANI) August 10, 2020
મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરમાં સરકાર શાળાઓ ખોલવાને લઇને મંજૂરી આપી શકે છે. જોકે, હવે સરકારના સૂત્રોએ કહ્યું છે કે, કોઇ સમયમર્યાદા નક્કી નથી કરવામાં આવી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જો પરિસ્થિતિ સામાન્ય થાય છે તો 10માં ધોરણ સુધી સપ્ટેમ્બર મહિનામાં શાળા નહીં ખુલે.
ઉચ્ચતર માધ્યમિક એટલે કે 11 અને 12માં ધોરણના બાળકો માટે પરિસ્થિતિ સામાન્ય થવા પર શાળાઓ ખોલી શકાશે. મહત્વનું છે કે, સમગ્ર દેશમાં અનલૉકનો આગામી તબક્કો એક સપ્ટેમ્બરથી શરુ થવાનો છે અને તેના માટે ઓગસ્ટ મહિનાના અંત સુધી ગાઇડલાઇન જાહેર થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..