એક તરફ મહામારી અને નોકરી-ધંધા બંઘ એમાં સરકાર દ્વારા સહાયને નામે અપાતા અનાજ પર પણ તરાપ મારવામાં આવે ત્યારે શું થાય? આવી જ ઘટના સામે આવી છે. સુરતમાં ગરીબોના અનાજ પર કાળાબજારીનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરત શહેરમાં સરકારી અનાજની કાળા બજારી કરવામાં આવી રહી છે. સુરતના મોટાવરાછા વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રાશનકાર્ડ મુજબ અનાજ આપવામાં નથી આવી રહ્યું અને ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે. પૂરતો અનાજનો જથ્થો હોવા છતા દુકાનદાર અનાજ આપવામાં ઠાગાઠૈયા કરે છે.
શારદાબેન સોમાભાઈ પટેલના નામની દુકાનમાં છબરડા થઇ રહ્યાનો ખુલાસો થયો છે. સરકારી અનાજની દુકાન પણ અન્ય વ્યક્તિ ચલાવે છે. ત્યારે આ અંગે તંત્રને ફરિયાદ કરી હોવા છતા કોઇ પગલા નથી લેવાતા. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે રાશનકાર્ડ મુજબ અનાજ કેમ નથી અપાતુ?. સરકારી અનાજની દુકાન કેમ અન્ય કોઇ ચલાવે છે?. તંત્રને ફરિયાદ કરી છતા કેમ પગલા નથી લેવાયા?. પૂરતો અનાજનો જથ્થો કેમ નથી અપાતો?.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..