કોરોના લોકડાઉનના ચાર મહિનામાં ઘણા ધંધા રોજગાર બંધ થયા હતાને ઘણા બધા લોકોની રોજગારી ઉપર અસર થઇ હતી, અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થવા પામી છે, અને જેને લઈને ખાનગી શાળાના શિક્ષકોને અસર થઇ છે, જેતપુર ના એક ખાનગી શાળાના શિક્ષકે આર્થિક ભીંસને કારણે આત્મહત્યા કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શિક્ષક જેતપુરના વતની હતા અને તેમની વાડીએ જઈને આપઘાત કર્યો
દેશ ભર માં કોરોનાની મહામારીના લોકડાઉન બાદ અનલોક થઇ રહ્યો છે તેમાં હજુ શાળા ઓ અને કોલેઝો ખુલી નથી રહી છે, ત્યારે ખાનગી શાળાને ફી ના લઈ શકી હોય તેવો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, અને તેની સીધી અસર તેમાં નોકરી કરતા આ ખાનગી શાળા ના શિક્ષકો ઉપર થવા પામી છે, ખાનગી શાળા માં નોકરી કરતા શિક્ષકો ને ખાનગી શાળા દ્વારા પૂરતો પગાર આપવા માં નથી આવતો અને પગાર માં કપાત કરવા માં આવી રહ્યો છે, આ આર્થીક ભીંસ નો સીધો ભોગ જેતપુર ના ટાકુડી પરા માં રહેતા અને જૂનગાઢ ના જોષીપરા ના ખાનગી શાળા માં શિક્ષક તરીકે નોકરી કરતા અતુલ મગનભાઈ ઠુંમર ઉપર પડી હતી,
અતુલ છેલ્લા 3 મહિના થી શાળા એ નોકરી ઉપર ગયા ન હતા અને છેલ્લા 10 દિવસ થી ઘર ની અંદર ગુમ સુમ રહેતા હતા અને માનસિક તાણમાં હોય તેવું તેના ભાઈ એ જણાવેલ હતું, જયારે તેના પરિવાર દ્વારા આ બાબતે પૂછતાં તેવો એ તેની સમસ્યા અંગે કઈ પણ જણાવેલ ના હતું,
ગત રોજ અતુલ તેના માતા પિતા સાથે ખેતરે કામ માં સાથ આપવા માટે ગયો હતો, જ્યાં તેના માતા પિતા ને કઈ ખબર પડે નહીં તે રીતે ઝેરી દવા પી લીધી હતી, જયારે તેના થી દવા ની અસર સહન ના થી ત્યારે તેણે તેની માને કહ્યું કે મને પેટમાં દુખે છે, ત્યારે તેની માતા એ તેને ખેતર ના મકાન માં પંખો ચાલુ કરી ને સુવડાવી દીધો હતો, ઝેરી દવા ની અસહ્ય અસર અતુલ થી સહન ના થતા તેણે હવે તેના માતા પિતા ને કહી દીધું કે તેણે જેરી દવા પી લીધી છે, ત્યારે તેના માતા પિતા એ તેના સેઢા પાડોશી ની મદદ થી પ્રથમ જેતપુરની હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ની હોસ્પિટલ માં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં તેનું મોત થયું હતું,
આત્મહત્યા કરી તે પણ એક ઘુંટાતું રહસ્ય
પ્રાથમિક તપાસ માં અતુલ ના લગ્ન ને હજુ થોડા વારસો થયા હતા, અને સુખી દામ્પત્ય જીવન વિતાવતા હતા, અન્ય કોઈ તકલીફ હોવા ની જાણકારી મળી ના હતી, આ સંજોગો માં અતુલે શા માટે આત્મહત્યા કરી તે પણ એક ઘુંટાતું રહસ્ય છે, અતુલના ભાઈ અને પરિવાર દ્વારા અતુલ ને લોકડાઉન માં પૂરતો પગાર મળતો ના હોય અને આર્થિક ભીંસ વધી હોય જેન કારણે તને જીવન ટૂંકાવી લીધા નું જણાવ્યું હતું, તેના ભાઈ ના જણાવ્યા મુજબ અતુલે ક્યારેય પૈસા માટે કોઈ ની પાસે હાથ લાંબો કર્યો ના હતો, અને તેને કોઈ ની પાસે પૈસા માંગવા તે ગમતું ન હતું, જેને લઈને હવે જે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ હતી જેથી તેણે આત્મહત્યા કરી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..