કોરોનાના કહેરને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. કોરોનાના લક્ષણ હોય અને હોસ્પિટલ ન જઈ શકતા લોકોને ઘરે જ સુવિધા આપવામાં આવશે.
કોરોનાના કહેરને લઈને AMCની નવી પહેલ
લક્ષણ હોય અને હોસ્પિટલ ન જઈ શકાય તો ઘરે મળશે સુવિધા
104 નંબર ડાયલ કરતા AMC સંચાલિત મેડિકલ વાન આવશે ઘરે
ઉલ્લેખનીય છે કે, કોઈ અગવડતાથી હોસ્પિટલ ન જઈ શકનાર વ્યક્તિ 104 નંબર ડાયલ કરી શકે છે. 104 નંબર ડાયલ કરતા AMC સંચાલિત મેડિકલ વાન ઘરે આવીને તપાસ કરીને યોગ્ય સલાહ-સારવાર આપશે. ઘર બેઠાં આરોગ્ય સુવિધા મળે તે માટે અમદાવાદમાં 40 એબ્યુલન્સ કાર્યરત છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઘરે બેઠાં મળશે સલાહ-સારવાર
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં તાવનાં કોઇપણ દર્દીએ અથવા તેમના સગા-વ્હાલાઓએ તેમનાં ઘરે બેઠાં જ આ હેલ્પલાઇનથી નિ:શુલ્ક સારવાર –લેબોરેટરી ટેસ્ટ તથા દવાઓ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત ટોલફ્રી નંબર 104 પર સંપર્ક કરી શકે છે. કોઇપણ મોબાઇલ અને લેંન્ડલાઇન પરથી આ નંબર પર ફોન કરી શકે. આ 104ની સેવા 24 કલાક માટે સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવી છે.
✅ડાયલ ૧૦૪ / Dial 104
✅લોકો દવાખાને ના જઈ શકે, એમને ઘરે આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે ૪૦ એમ્બ્યુલન્સ કાર્યરત
✅ Medical Services at Home, 40 Ambulences with Doctor, Paramedic staff pressed into service today. #Unlock1 #CashFreeCoronaFree #LifePositiveCoronaNegative pic.twitter.com/aB9aYcJVbA
— Mukesh Kumar (@Mukeshias) June 2, 2020
કોરોનાએ ગુજરાતને લીધું છે બાનમાં
આરોગ્ય વિભાગે ગઇકાલે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 423 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 17,217 થઇ છે.
મે મહિનામાં કોરોનાથી 693 દર્દીનાં મૃત્યુ થયાં
બીજી તરફ મે મહિનામાં કોરોનાનો આતંક જળવાઈ રહ્યો હતો. મે મહિનામાં કોરોનાથી 693 દર્દીનાં મૃત્યુ થયાં હતાં એટલે કે દર ત્રણ કલાકે બે દર્દી મરણને શરણ થયા હતા. આમ મૃત્યુના મામલે મે મહિનો તો માર્ચ અને એપ્રિલ મહિના કરતાં પણ વધુ બિહામણો પુરવાર થયો હતો.
ખાનગી હોસ્પિટલમાં પણ થઇ શકશે કોરોનાનો ટેસ્ટ
રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે કે, હવે કોરોના ટેસ્ટ ખાનગી લેબમાં થઈ શકશે. જોકે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન જરૂરી છે. ખાનગી લેબોએ MCIની ગાઇડલાઇન મુજબ કોરોનાનો ટેસ્ટ રવાનો રહેશે. જો કોઇ લેબ સરકારની ગાઇડલાઇનના નિયમનો ભંગ કરશે તો હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..