દેશમાં કોરોનાની મહામારી (coronavirus pandemic) ચાલી છે. એવામાં અનેક પરિવારો પોતાના મોભી ગુમાવી ચુક્યા છે. કોઈએ પિતા તો કોઈએ માતા તો કોઈએ ભાઈ ગુમાવી ચુક્યા છે. એવામાં અમદાવાદમાંથી (Ahmedabad) દુઃખના સમાચાર આવ્યા છે. અને જેમાં એકજ પરિવારના 2 સગા ભાઈઓના મોત થયા છે. આ બંને ભાઈઓ પોલીસ કર્મચારી (Police brother) હતા.
મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા મુકેશ સોમભાઈનું કોરોનાના કારણે અવસાન થયું છે. મુકેશભાઈ ટ્રાફિક એલ ડિવિઝનમાં હેડ કોન્સ્ટેબલ હતા. અને કોરોનાની આ મહામારીમાં પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં પરંતુ તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
નોંધનીય છે કે મુકેશભાઈના સગા ભાઈ પણ પોલીસમાં હતા અને જે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હતા. પરંતુ થોડા દિવસો પહેલા તેમનું પણ કોરોનાના કારણે મોત થયું હતું. મુકેશભાઈના ભાઈ ભરત જી pso તરીકે ફરજ પર હતા.
બંને ભાઈઓના મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ બંને ભાઈ સિવાય પોલીસ બેડામાં અનેક પોલીસ કર્મી કોરોના સામે જંગ હારી ગયા છે. અને ખરા અર્થમાં આ લોકો દેશની સેવામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
પોલીસના અધિકારીઓ ધ્યાન રાખી રહ્યાં છે કે પોલીસનું મોત ના થાય તે માટે તમામ પ્રયત્નો પણ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..