કોરોના સંક્રમિતોની સંખ્યાએ વધારી સુરતની ચિંતા, વિસ્ફોટક સ્થિતિ સર્જશે! હીરા ઉધોગને લઈને સુરત મનપા ભરી શકે છે આ મોટું પગલું

સુરતમાં હીરાના કારખાનાઓમાં કોરોના ચેપ વધવાથી હીરા એકમો બંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. સુરત મહાનગર પાલિકા કોરોના મહામારીમાં સુરતનો હીરા ઉધોગ ઝપેટમાં આવતા તેને ચાલું રાખવો કે બંધ કરવો તેના પર વિચાર કરવા મજબૂર બની છે. સુરતના હીરા ઉધોગોમાં કામ કરતા રત્નકલાકારોના 572 કેસ થવાથી મનપાની ચિંતામાં વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં કોરોના કેસ વધી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાનું માનવું છે કે સમગ્ર શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓ વધી રહ્યા છે. રવિવારે 49 જેટલા રત્નકલાકારોની સાથે કુલ 572 જેટલા રત્નકલાકારો હાલ સુધી કોરોનાથી સંક્રમિત બન્યા છે. આ સંબંધે મનપાની વીડિયો કોંફરન્સ યોજાય હતી. જેમાં હીરા એકમો થોડા સમય સુધી બંધ કરવા વિચારણા થઈ રહી છે.

હીરાના એકમો શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 572 જેટલા રત્નકલાકારો અને તેમના પરિવારને ચેપ લાગ્યો છે. જેથી મનપાના કતારગામ ઝોનના ટોચના અધિકારીઓ કોરોનાનો ચેપ અટકવવા માટે હીરાના તમામ એકમો બંધ કરવા રજુઆત કરી હતી. પાલિકાનું માનવું છે કે જો હીરાના એકમો આ રીતે ચાલુ રહ્યા તો શહેરમાં વિસ્ફોટક સ્થિતિ સર્જશે તેવી સ્થિતિનું નિર્માણની શકયતા છે.

હીરાના કારખાનાઓમાં કામ કરતા કારીગરો શહેરના અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. જેથી જે વિસ્તારમાં કે એપાર્ટમેન્ટમાં એક પણ કેસ ના હતા ત્યાં પણ હવે કોરોના પોઝીટીવ કેસ આવી રહ્યા છે. જેથી આવનારા દિવસોમાં હીરા એકમોને લઈ મહાનગર પાલિકા કોઈ મોટો નિર્ણય લઈ તો પણ નવાઈ નહિ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો