કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે. 12 ફેબ્રુઆરીના રોજ 24 કલાકમાં જ કોરોના વાયરસથી 248 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ પહેલાં ક્યારેય મોતનો આંક એક દિવસમાં આટલો ઊંચો ન હતો. દર કલાકે 10 લોકોનાં મોત થયાં છે. વુહાન એક એવો પ્રદેશ છે જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે.
ચીનમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 1491 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 63,837 લોકોની પુષ્ટિ થઈ ચૂકી છે. ચીન પછી સૌથી વધુ મામલા સિંગાપોર(58)માં પ્રકાશમાં આવ્યા છે. કેરળમાં સંક્રમિત 3 વ્યક્તિઓમાંથી 2ની સ્થિતિમાં સુધારો થયો છે. સૌથી વધુ પ્રભાવિત હુબેઈમાં અત્યાર સુધીમાં 80-100 ભારતીયો ફસાયેલા હોવાની શકયતા છે. જાપાનમાં ક્રૂઝ પર પણ 160માંથી 2 ભારતીય સંક્રમિત છે.
ચીનના હુબેઇ પ્રાંતમાં મોટા અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. કારણ કે આ લોકો આ બિમારીને નાથવામાં સફળ રહ્યાં નથી. કોરોના વાયરસ હાલમાં સાર્સથી પણ ખતરનાક બની ગયો છે. 2003માં સાર્સથી 8,437 લોકો સપડાયા હતા. જેમાં 813 લોકોનાં મોત થયા હતા. એટલે કે આ રોગનો ભોગ બનનારા વ્યક્તિઓમાંથી 10 ટકાના મોત થયા હતા.
વુહાનમાં 800 પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ફસાયા
વુહાન શહેરમાં 800થી વધુ પાકિસ્તાની વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને સરકારને અહીંથી નિકળવાની અપીલ કરી છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ માનસિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. 2015થી વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા રેહાન રશીદે પાકિસ્તાન સરકાર અને વડાપ્રધાન ઈમરાન ખાનની ટીકા કરતા કહ્યું કે શહેરને લોકડાઉન કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સરકારે વિદ્યાર્થીઓને નીકાળવા બાબતે ઈન્કાર કર્યો હતો.
પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ કહ્યું- અહીં ભયજનક સ્થિતિ છે
ચીનથી ફોન પર વાત કરતા વિદ્યાર્થી રશીદે કહ્યું- અમને અહીંથી નીકાળવામાં આવી રહ્યાં નથી. આ સિવાય કોઈ મદદ પણ કરાઈ રહી નથી. અમે બધા ડરેલા છે. આ એક ભયજનક સ્થિતિ છે. અમે 20 દિવસથી વધુ સમયથી હોસ્ટેલના રૂમમાં પુરાયેલા છે. ખાવા કે અન્ય જરૂરી ચીજો માટે પણ બહાર જવા દેવામાં આવતા નથી. આ પહેલા પણ જ્યારે ભારતે પોતાના લોકોને વુહાનથી નીકાળ્યા હતા, ત્યારે પાકિસ્તાન વિદ્યાર્થીઓએ એક વીડિયો બહાર પાડીને સરકારને નીકાળવા માટે અપીલ કરી હતી. પાકિસ્તાન સરકારના અધિકારીઓએ વિદ્યાર્થીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓના માતા-પિતા અને સંબધીઓ ઈસ્લામાબાદમાં પોતાના બાળકોને ત્યાંથી નીકાળવાની માંગને લઈને દેખાવ પણ કરી રહ્યાં છે.
ભારતે કરી છે આવી તૈયારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસને લઇને સરકાર ગંભીર હોવાનું જણાવ્યું છે. હર્ષવર્ધને જણાવ્યું કે કોરોના વાયરસ મુદ્દે સરકાર તમામ પરિસ્થતિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે સરકાર ગંભીર છે… તેમણે કહ્યું કે અત્યાર સુધી એરપોર્ટ પર કુલ 2 લાખ 51 હજાર 447 મુસાફરોની તપાસ કરવામાં આવી છે. જ્યારે કે 12 મુખ્ય અને 65 નાના બંદર પર પણ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. હર્ષવર્ધને જણાવ્યું કે આઇટીબીપીની છાવણીમાં રહેલા તમામ 402 લોકોનું નકારાત્મક પરીક્ષણ સામે આવ્યું છે અને તમામની તબિયત સ્થિર છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને લઇને ડરવાની જરૂર નથી. ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝના લોકોને સારવાર આપવામાં આવી છે. ક્રુઝ પરના બે ભારતીય નાગરિકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. વિદેશ મંત્રાલય તેમની સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..