ચીનમાં કોરોના વાઈરસને લીધે મૃત્યુ પામનારાનો આંક 1667 થયો છે. વાઈરસથી સૌથી વધારે અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાં શનિવારે વધુ 139 લોકોના મોત થયા હતા. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય વિભાગે રવિવારે આ અંગે જણાવ્યું હતું કે હુબેઈમાં એક જ દિવસમાં 1843 નવા કેસ નોંધાયા છે. હુબેઈ પ્રાંતમાં કોરોના વાઈરસના નવા કેસોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે.
રાષ્ટ્રીય આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે હુબેઈ પ્રાંતની બહારના વિસ્તારોમાં શનિવારે કોરોના વાઈરસના 166 કેસ નોંધાયા છે. 31 પ્રાંત સ્તરના ક્ષેત્રોમાં વાઈરસના 2009 નવા કેસની પુષ્ટી થઈ છે, જેમાંથી 1843 કેસ એકલા હુબેઈ પ્રાંતમાંથી છે.
- જાપાનના તટ પર રહેલા એક ક્વારેટાઈન (અલગ-થલગ) શિપ પર કોરોના વાઈરસના 355 કેસ સામે આવેલા છે. 160 પૈકી 3 ભારતીય નાગરિક સંક્રમિત થયા છે. શિપ પર 3711 લોકો સવાર છે.
- જાપાન સ્થિત ભારતીય દુતાવાસે જણાવ્યું છે કે કોરોના વાઈરસથી સંક્રમિત ડાયમંડ પ્રિન્સેજ ક્રુજના ચાલક દળના 3 ભારતીય સભ્યના ઈલાજ પર અસર થઈ રહી છે. ભારતીયોને ટૂંક સમયમાં બહાર કાઢવા માટે દુતાવાસ જાપાન સરકાર અને ક્રુઝ કંપનીના સંપર્કમાં છે.
કોરોના વાઈરસનો પ્રથમ કેસ ડિસેમ્બરમાં સામે આવ્યો હતો
કોરોના વાઈરસનો સૌ પ્રથમ કેસ ગત ડિસેમ્બરમાં હુબેઈ પ્રાંતમાં સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં અહીં સૌથી વધારે 1596 લોકોના મોત થઈ ચુક્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ એડહોનમ ગ્રેબિસિએસે કહ્યું હતું કે અમે ચીન પાસેથી આ અંગે જાણકારી માંગી છીએ.
વાઈરસને લીધે ચીન બહાર 3 લોકોના મોત થયા
કોરોના વાઈરસની અસરને લીધે એશિયાની બહાર પ્રથમ મોત ફ્રાંસમાં થયું છે. ચીનના એક પર્યટકનું શુક્રવારે મોત થયું હતું. બીબીસીના અહેવાલ પ્રમાણે ફ્રાંસના આરોગ્ય પ્રધાન એગ્નેસ બુજિને શનિવારે કહ્યું હતું કે પીડિત 80 વર્ષના પર્યટકનો સમાવેશ થાય છે,જે ચીનના હુબેઈ પ્રાંતથી આવ્યો હતો. હોંગકોંગ, જાપાન અને ફિલિપાઈન્સમાં કુલ ત્રણ મોત થયા હતા. ફ્રાંસમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 11 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..