ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો, આજે નવા રેકોર્ડબ્રેક 4541 પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સાથે મોતના આંકડાએ પણ મચાવ્યું તાંડવ

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોના હવે વધારે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 42 દર્દીઓનાં મોત નિપજતાં દહેશત ફેલાઈ ગઈ છે. જ્યારે આજે કોરોનાનાં નવા 4541 કેસો નોંધાયા છે. જેની સામે 2280 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાનાં કેસો 1296ને પાર થઈ ગયા છે. જ્યારે સુરત શહેરમાં 14 દર્દીઓનાં મોત નિપજ્યા છે. ત્યાં જ અમદાવાદ કર્પોરેશનમાં 12 દર્દીના માત નિપજ્યા છે. આમ ગુજરાતના બે શહેરોમાં કોરોનાની ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે.

ગુજરાતમાં કોરોના હવે શહેરો પૂરતો સીમિત ન રહેતાં ગામડાઓ તરફ પ્રસરી રહ્યો છે. શહેરો બાદ હવે જિલ્લાઓની પણ હાલત ખરાબ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4541 કેસો નોંધાતા સ્થિતિ ભયાવહ બની છે. છેલ્લા 24 કલાકમાં 2280 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી કુલ 3,09,626 લોકોએ કોરોનાને માત આપી છે. બીજી લહેરના ઘાતક કોરોનાને કારણે રાજ્યમાં 42 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને અત્યાર સુધી કુલ 4697 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે.

કોરોનાનાં વધતાં સંક્રમણને કારણે રાજ્યના એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 22692 પર પહોંચી છે. જેમાંથી 187 દર્દીઓની હાલત નાજૂક છે. જ્યારે 22505 દર્દીઓની હાલત સ્થિર છે. આજે સુરત શહેરમાં સૌથી વધારે 14 વ્યક્તિઓનાં મોત થયા છે. જે બાદ અમદાવાદ શહેરમાં 12, વડોદરા કોર્પોરેશન 4, રાજકોટમાં શહેરમાં 3 અને વડોદરામાં 2, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે.

ગુજરાતમાં કોરોનાના નવા 4541 કેસની વાત કરીએ તો અમદાવાદમાં 1316 કેસ સાથે 12 દર્દીનાં મોત, સુરતમાં નવા 1104 કેસ સાથે 15નાં મોત, વડોદરામાં 394 અને રાજકોટમાં 410 કેસ, જામનગરમાં 221 અને ભાવનગરમાં 101 કેસ, ગાંધીનગરમાં 86 અને જૂનાગઢમાં 89 કેસ, પાટણમાં 118, મહેસાણામાં 91, બનાસકાંઠામાં 74 કેસ, કચ્છ-મહિસાગરમાં 48-48, મોરબીમાં 40 કેસ, ખેડામાં 40, દાહોદમાં 37, પંચમહાલમાં 33 કેસ, અમરેલી-આણંદમાં 30-30, નવસારીમાં 27 કેસ, સાબરકાંઠામાં 25, ભરૂચ-વલસાડમાં 23-23 કેસ, ગીર સોમનાથ, નર્મદા, સુરેન્દ્રનગરમાં 22-22 કેસ, દ્વારકામાં 14, છોટા ઉદેપુરમાં 13, તાપીમાં 10 કેસ, ડાંગમાં 8 અને બોટાદમાં 7 કેસ,પોરબંદરમાં 7 અને અરવલ્લીમાં 5 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો