ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1,101 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 69,986 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 20 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 70 હજારની નજીક પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1101 કોરોનાના કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં આજે કોરોનાના 1,074 કેસ નોંધાતા કુલ આંકડો 68,885 પર પહોંચ્યો છે. આજે 1,101 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 69,986 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકાથી ઉપર છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, વડોદરા, પોરબંદર અને દાહોદમાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે. રાજ્યમાં હવે 14,530 દર્દીઓ સારવાર હેઠળ છે.

ક્યાં સૌથી વધુ કોરોના દર્દીઓ થયા સાજા?

રાજ્યમાં આજે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 1101 કેસ નોંધાયા છે જેની સામે 1135 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરતમાં 549, અમદાવાદમાં 121, વડોદરામાં 67, પોરબંદરમાં 61, દાહોદમાં 33, વલસાડમાં 48 અને ગાંધીનગરમાં 49 દર્દીઓ સાજા થયા છે. મહત્વનું છે કે, ગઇકાલે(7 ઓગસ્ટ) 24 કલાકમાં 1074 કેસ નોંધાયા હતા જેની સામે 1370 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,629 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 20 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 42 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.

આજના કોરોના વાયરસના કેસની વિગત 

08/08/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 158
સુરત 226
વડોદરા 113
ગાંધીનગર 30
ભાવનગર 47
બનાસકાંઠા 5
આણંદ 9
રાજકોટ 93
અરવલ્લી 3
મહેસાણા 30
પંચમહાલ 31
બોટાદ 9
મહીસાગર 9
ખેડા 10
પાટણ 19
જામનગર 54
ભરૂચ 11
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 26
દાહોદ 27
છોટા ઉદેપુર 8
કચ્છ 22
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 4
વલસાડ 17
નવસારી 7
જૂનાગઢ 32
પોરબંદર 5
સુરેન્દ્રનગર 21
મોરબી 20
તાપી 2
ડાંગ 1
અમરેલી 33

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો