ગુજરાતમાં કોરોના કેસ (Gujarat Corona Virus Case) સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ (Night curfew) લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે સામાન્ય ઘટાડો થયો છે.
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1455 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1455 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,18,788એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4081એ પહોંચ્યો છે. જ્યારે 1485 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 91.42 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 291, સુરત કોર્પોરેશન 199, વડોદરા કોર્પોરેશન 133, રાજકોટ કોર્પોરેશન 111, ખેડા 56, મહેસાણા 56, રાજકોટ 53, વડોદરા 41, પંચમહાલ 36, સુરત 36, પાટણ 33, જામનગર કોર્પોરેશન 31, ગાંધીનગર 29, સુરેન્દ્રનગર 29, સાબરકાંઠા 27, બનાસકાંઠા 26, ગાંધીનગર કોર્પોરેશન 24, કચ્છ 24, દાહોદ 23, અમરેલી 21, મોરબી 19, ભાવનગર કોર્પોરેશન 18, અમદાવાદ 15, જામનગર 14, જુનાગઢ કોર્પોરેશન 12, ભરૂચ 10, છોટા ઉદેપુર 10, મહીસાગર 10, આણાંદ 9, નર્મદા 9, ભાવનગર 8, જુનાગઢ 8, ગીર સોમનાથ 7, અરવલ્લી 6, બોટાદ 6, પોરબંદર 6, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 2 કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 17 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 10 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3, અમરેલી 1, બોટાદ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4081એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,00,012 નાગરીકો સાજા થઈ ગયા છે. 4081ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,695 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 87વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,608 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..