ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 700થી વધુ કેસ, આજે 735 નવા કેસ નોંધાયા, 17ના મોત સાથે મૃત્યુઆંક 1962

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 735 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 36,858 પર‬ પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 26,323 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 17 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,962‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સતત ત્રીજા દિવસે ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ

ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ આજે સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ 735 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો ગઇકાલે 725 કેસ અને આજે 735 કેસ નોંધાયા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 241 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 207 અને સુરત જિલ્લામાં 40 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,209 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 183‬‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,075 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 240‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,965 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1491‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3619 એક્ટિવ કેસ છે.

કોરોના વાયરસના કેસની વિગત

06/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 183
સુરત 241
વડોદરા 65
ગાંધીનગર 17
ભાવનગર 35
બનાસકાંઠા 24
આણંદ 1
રાજકોટ 21
અરવલ્લી 2
મહેસાણા 12
પંચમહાલ 8
બોટાદ 2
મહીસાગર 2
ખેડા 9
પાટણ 3
જામનગર 7
ભરૂચ 18
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 2
દાહોદ 5
છોટા ઉદેપુર 3
કચ્છ 11
નર્મદા 0
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 13
નવસારી 8
જૂનાગઢ 15
પોરબંદર 0
સુરેન્દ્રનગર 5
મોરબી 4
તાપી 4
ડાંગ 0
અમરેલી 7

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો