ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1390 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,37,394 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 62 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 97 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો ગુજરાતમાં આજે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસે 1,390 નવા કોરોનાના કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ બાદ સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાએ ગુજરાતને હચમચાવ્યું છે.

આજે 1,372 દર્દીઓ સાજા થયા અને 11 દર્દીઓના મોત થયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,966 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,390 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,37,394 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 85.32 ટકા છે. આજે દર્દીઓ 1,372 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,15,859 પર પહોંચ્યો છે. આજે 11 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,453 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,710 છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 44,18,028 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોના કાબૂમાં તો ન આવ્યો પરંતુ કોરોનાએ એક જ મહિનામાં 432 દર્દીઓના જીવ લીધા. સરકારી આંકડા અનુસાર, રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના 40973 કેસ નોંધાયા છે. તેથી રોજના સરેરાશ 1365 કેસની એવરેજ રહી. તો એક મહિનામાં 432 દર્દીઓના મોત થતા રોજના સરેરાશ 14 દર્દીઓના મોત થયા. જોકે રાજ્યમાં કેસની સામે રિકવરી રેટ પણ સારો હોવાથી એક જ મહિનામાં 39381 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તેથી રોજના સાજા થતા દર્દીઓની 1312 એવરેજ રહી.

સપ્ટેમ્બરની શરૂઆતમાં અનલૉક 4 લાગૂ થતા લોકોની બેદરકારી વધી હતી. સપ્ટેમ્બર મહિનામાં નાગરિકોની સાથે નેતાઓ પણ ભાન ભૂલ્યા હતા. ગામડાઓથી લઇને શહેરોમાં લોકો કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરતા નજરે પડ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો પણ ભંગ થયો હતો.

આજે કોરોના વાયરસે 11 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 4, રાજકોટમાં 1, કચ્છમાં 1, મહેસાણામાં 1 અને વડોદરામાં 1 દર્દીના મોત થયા છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત જાણો…

30/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 197
સુરત 298
વડોદરા 133
ગાંધીનગર 41
ભાવનગર 43
બનાસકાંઠા 37
આણંદ 10
રાજકોટ 151
અરવલ્લી 3
મહેસાણા 41
પંચમહાલ 32
બોટાદ 6
મહીસાગર 15
ખેડા 11
પાટણ 30
જામનગર 92
ભરૂચ 24
સાબરકાંઠા 16
ગીર સોમનાથ 14
દાહોદ 8
છોટા ઉદેપુર 5
કચ્છ 24
નર્મદા 5
દેવભૂમિ દ્વારકા 10
વલસાડ 3
નવસારી 7
જૂનાગઢ 35
પોરબંદર 7
સુરેન્દ્રનગર 24
મોરબી 24
તાપી 11
ડાંગ 3
અમરેલી 30

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો