ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 799 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,44,258 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ધરખમ ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 800થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 799 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 799 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,44,258એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4302 એ પહોંચ્યો છે. જ્યારે 834લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 94.15 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,704 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 157, સુરત કોર્પોરેશન 117, વડોદરા કોર્પોરેશન 99, રાજકોટ કોર્પોરેશન 69, સુરત 30, વડોદરા 29, કચ્છ 26, રાજકોટ 19, ભરૂચ 16, મહેસાણા 16, પંચમહાલ 16, આણંદ 15, દાહોદ 15, ગાંધીનગર 12, ગાંધીનગર કોર્પોરેશન 12, ખેડા 11, મોરબી 11, સાબરકાંઠા 11, બનાસકાંઠા 10, ભાવનગર કોર્પોરેશન 10, ગીર સોમનાથ 10, જુનાગઢ 10, અમરેલી 8, અરવલ્લી 8, નર્મદા 8, અમદાવાદ 7, જુનાગઢ કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન 6, મહીસાગર 6, પાટણ 6, સુરેન્દ્રનગર 4, જામનગર 3, તાપી 3, વલસાડ 3, દેવભૂમિ દ્વારકા 2, નવસારી 2, પોરબાંદર 2, ભાવનગર 1, બોટાદ 1, છોટા ઉદેપુર 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 7 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 3 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ ગાંધીનગર, રાજકોટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4302એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,29,977 નાગરીકો સાજા થઈ ગયા છે. 4302ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 9979સારવાર હેઠળના દર્દીઓ પૈકી 62 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 9917 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો