ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,01,949 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં 326 કેસ સાથે 09 લોકોના મોત થતાની સાથે છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો અમદાવાદમાં 34 લોકોના મોત નિપજ્યા છે. આજે સતત પાંચમા દિવસે રાજ્યમા 1500થી વધુ કોરોના કેસ નોંધાયા છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1540 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1540 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 201949એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3906એ પહોંચ્યો છે. જ્યારે 1283 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.99 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 91,459 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ જિલ્લામાં 349 કેસ આવતા ચિંતા વધી

આજે અમદાવાદ શહેરમાં 326, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 56, વડોદરા શહેરમાં 128, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 69, રાજકોટ જિલ્લામાં 58,ગાંધીનગર શહેરમાં 42, ગાંધીનગર જિલ્લામાં 39 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત 

25/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 349
સુરત 277
વડોદરા 169
ગાંધીનગર 81
ભાવનગર 19
બનાસકાંઠા 57
આણંદ 20
રાજકોટ 127
અરવલ્લી 6
મહેસાણા 45
પંચમહાલ 27
બોટાદ 8
મહીસાગર 18
ખેડા 30
પાટણ 49
જામનગર 44
ભરૂચ 26
સાબરકાંઠા 21
ગીર સોમનાથ 9
દાહોદ 16
છોટા ઉદેપુર 5
કચ્છ 19
નર્મદા 4
દેવભૂમિ દ્વારકા 6
વલસાડ 3
નવસારી 7
જૂનાગઢ 20
પોરબંદર 4
સુરેન્દ્રનગર 20
મોરબી 24
તાપી 4
ડાંગ 0
અમરેલી 26

વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન આપ્યુ હતું કે, વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. દરરોજના 20 તંદુરસ્ત યુવકો પર વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં 2 વાર વેક્સિનનો પ્રયોગ આ યુવકો પર કરવામાં આવશે જેના માટે સ્વયંસેવકો જાતે જ આગળ આવી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાતનો નિર્ણય લેવાયો નથી અને જેમને બહાર જવું છે તેમના વિનામુલ્યે કોરોનાના એન્ટીજન ટેસ્ટ થાય છે. રાજ્યનો નાગરિક બહાર જવાનો હોય કે ન જવાનો હોય તે પોતાના માટે થઇને આ ટેસ્ટ ફ્રીમાં કરાવી શકે છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઓછી છે અને મહારાષ્ટ્ર જેવી વ્યવસ્થા ગુજરાતમાં ઉભી નહીં કરાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો