કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા હતા. ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1372 પોઝિટિવ રિપોર્ટ ઉમેરાયા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,27,541એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3370એ પહોંચ્યો છે. જ્યારે 1289 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 84.44 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 61,907 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ગુજરાતમાં કોરોનાના નવા 1372 કેસ નોંધાયા છે. આજે વધુ 15 દર્દીના મોત થયા છે. સુરતમાં 294 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં જ 4 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અમદાવાદમાં 185 અને રાજકોટમાં 141 કેસ નોંધાયા છે. વડોદરામાં 134 અને જામનગરમાં 94 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 37 અને ગાંધીનગરમાં 38 કેસ સામે આવ્યા છે. જૂનાગઢમાં 38 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 1, ભાવનગર 1, મોરબી 1, સુરત કોર્પોરેશન, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3370એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 107701 નાગરીકો સાજા થઈ ગયા છે. 3370ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,470 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,384 સ્ટેબલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.
23/09/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 185 |
સુરત | 294 |
વડોદરા | 134 |
ગાંધીનગર | 38 |
ભાવનગર | 37 |
બનાસકાંઠા | 51 |
આણંદ | 7 |
રાજકોટ | 141 |
અરવલ્લી | 8 |
મહેસાણા | 45 |
પંચમહાલ | 27 |
બોટાદ | 9 |
મહીસાગર | 13 |
ખેડા | 14 |
પાટણ | 22 |
જામનગર | 94 |
ભરૂચ | 22 |
સાબરકાંઠા | 18 |
ગીર સોમનાથ | 13 |
દાહોદ | 12 |
છોટા ઉદેપુર | 5 |
કચ્છ | 27 |
નર્મદા | 11 |
દેવભૂમિ દ્વારકા | 8 |
વલસાડ | 7 |
નવસારી | 3 |
જૂનાગઢ | 38 |
પોરબંદર | 7 |
સુરેન્દ્રનગર | 22 |
મોરબી | 26 |
તાપી | 7 |
ડાંગ | 0 |
અમરેલી | 27 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..