ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 135 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 612 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.15 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 135 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 612 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે માત્ર અમદાવાદ શહેરને બાકાત કરતા રાજ્યના તમામ જિલ્લા અને શહેરોમાં 15થી પણ ઓછા કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,037 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 612 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,07,424 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 5159 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 86 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 135 કેસની સાથે આજે વધુ 3 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન 30, સુરત કોર્પોરેશન 14, રાજકોટ કોર્પોરેશન 10, સુરત, વડોદરા કોર્પોરેશન 8-8, વડોદરા 7, રાજકોટ 6, જુનાગઢ 5, કચ્છ 5, વલસાડ 5, દેવભૂમિ દ્વારકા 4, ગીર સોમનાથ 4, અમરેલી 3, પોરબંદર 3, બનાસકાઠા, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, સુરેન્દ્રનગર 2-2, આણંદ, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5159 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 86 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 5073 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.15% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,30,09,562 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 4,53,300 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો