ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 451 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,58,264 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. રાજયમાં આજે 11,352 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ 47,203 વ્યરક્તિઓનું રસીકરણ થયુ છે. ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ સતત ઘટી રહ્યો છે. આજે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડામાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 451 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 451 Corona Positive Case In Gujarat). જ્યારે રાજ્યમાં વધુ 2 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4374 એ પહોંચ્યો છે. જ્યારે 700 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.28 ટકાએ પહોંચ્યો છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 88, સુરત કોર્પોરેશન 78, વડોદરા કોર્પોરેશન 69, રાજકોટ કોર્પોરેશન 36, વડોદરા 23, સુરત 18, કચ્છ 15, રાજકોટ 15, ભરૂચ 11, પંચમહાલ 8, દાહોદ 7, સાબરકાંઠા 7, ગાંધીનગર 6, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ 6, ખેડા 6, મોરબી 6, અમરેલી 5, આણંદ 5, જામનગર કોર્પોરેશન 5, ભાવનગર કોર્પોરેશન 4, મહીસાગર 4, મહેસાણા 4, અમદાવાદ 3, જૂનાગઢ કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ 2, સુરેન્દ્રનગર 1, તાપી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોવિડ-19ના કારણે દમ તોડનાર દર્દીઓની સંખ્યા બેં નોંધાઇ છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 2 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. આ મોત અમદાવાદ કોર્પોરેશન અને ડાંગમાં નોંધાયા છે. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 2 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4374 પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,48,650 નાગરીકો સાજા થઈ ગયા છે. 4374ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 5240 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 51 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 5189 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો