રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, આજે રેકોર્ડબ્રેક 919 કેસ નોંધાયા : કુલ કેસ 45,567 અને મૃત્યુઆંક 2091 થયો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કોરોનાના કેસના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 919 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 919 કેસ નોંધાતા કુલ આંકડો 45567 પર પહોંચ્યો છે. જ્યારે 828 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 31,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 10 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2081 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. ગઇકાલે 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો આજે રાજ્યમાં 919 કેસ નોંધાતા કોરોનાને લઇને લોકોમાં ચિંતા વધી રહી છે.

સુરતમાં એક્ટિવ કેસનો આંકડો ચોંકાવનારો

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 265 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં 48 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8907 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 191 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5729 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 237 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2941 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 181 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,780 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 188 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 18,523 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1534 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3723 એક્ટિવ કેસ છે.

અમદાવાદ અને સુરતના એક્ટિવ કેસમાં વધુ તફાવત નહીં

મહત્વનું છે કે, અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાએ ભરડો લીધો છે. જો બંન્ને મહાનગરો વચ્ચે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો બહું વધુ અંતર નથી. અમદાવાદમાં 3723 અને સુરતમાં હાલ 2941 કેસ એક્ટિવ છે.

કોરોના વાયરસના કેસની વિગત

16/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 181
સુરત 265
વડોદરા 74
ગાંધીનગર 27
ભાવનગર 50
બનાસકાંઠા 14
આણંદ 9
રાજકોટ 51
અરવલ્લી 4
મહેસાણા 13
પંચમહાલ 6
બોટાદ 6
મહીસાગર 2
ખેડા 20
પાટણ 9
જામનગર 12
ભરૂચ 29
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 6
દાહોદ 16
છોટા ઉદેપુર 6
કચ્છ 11
નર્મદા 3
વલસાડ 16
નવસારી 10
જૂનાગઢ 39
સુરેન્દ્રનગર 20
મોરબી 5
અમરેલી 6
કુલ 919

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો