ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1110 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,29,913 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે ગઇ કાલ કરતા કોરોનાનાં કેસમાં 10 અંકનો ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1110 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1110 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,29,913એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4193એ પહોંચ્યો છે. જ્યારે 1236 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.57 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 232, સુરત કોર્પોરેશન 141, વડોદરા કોર્પોરેશન 101, રાજકોટ કોર્પોરેશન 99, મહેસાણા 44, વડોદરા 42, કચ્છ 35, ગાંધીનગર 30, સુરત 26, રાજકોટ 25, અમરેલી 23, ખેડા 23, ભરૂચ 22, પંચમહાલ 22, ગાંધીનગર કોર્પોરેશન 21, દાહોદ 19, જામનગર 19, બનાસકાંઠા 14, જામનગર કોર્પોરેશન 14, જુનાગઢ કોર્પોરેશન 14, સુરેન્દ્રનગર 14, સાબરકાંઠા 13, ભાવનગર કોર્પોરેશન 12, મોરબી 11, પાટણ 11, આણંદ 10, નર્મદા 10, જુનાગઢ 9, તાપી 9, ગીર સોમનાથ 8, અમદાવાદ 7, દેવભૂમિ દ્વારકા 7, મહીસાગર 6, નવસારી 5, અરવલ્લી 4, બોટાદ 3, છોટા ઉદેપુર 2, વલસાડ 2, પોરબાંદર 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા હતા પરંતુ હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 11 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 8 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન વ્યક્તિ અને મહેસાણામાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4193એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,12,839 નાગરીકો સાજા થઈ ગયા છે. 4193ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,881 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 61 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,820 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો