ગુજરાતમાં કોરોનાનાં કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 902 કેસ નોંધાયા, કુલ કેસ 42000ને પાર

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 902 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 42,808 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 29,806 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2057‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

પ્રથમ વખત નોંધાયા 900ને પાર નવા કેસ

મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતમાં પ્રથમ વખત 900થી વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોના સંકટ ઘેરાયું છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 287 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 207 અને સુરત જિલ્લામાં 80 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8,115 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 186 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,068 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 220 દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 164 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 152 અને અમદાવાદ જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,259 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 151 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,943 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1524 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3792 એક્ટિવ કેસ છે.

કોરોના વાયરસના કેસની વિગત

13/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 164
સુરત 287
વડોદરા 74
ગાંધીનગર 25
ભાવનગર 40
બનાસકાંઠા 12
આણંદ 9
રાજકોટ 34
અરવલ્લી 3
મહેસાણા 12
પંચમહાલ 3
બોટાદ 2
મહીસાગર 5
ખેડા 19
પાટણ 10
જામનગર 13
ભરૂચ 15
સાબરકાંઠા 7
ગીર સોમનાથ 0
દાહોદ 16
છોટા ઉદેપુર 3
કચ્છ 7
નર્મદા 0
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 8
નવસારી 19
જૂનાગઢ 46
પોરબંદર 4
સુરેન્દ્રનગર 26
મોરબી 9
તાપી 1
ડાંગ 0
અમરેલી 29
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો