દિવાળીપર્વની ખરીદીને લઈ બજારોમાં ભીડભાડનાં દ્રશ્યો આપણે જોઈએ છીએ. લોકો એ ભૂલી ગયા છે કે, કોરોના (Covid 19) હજુ ગયો નથી. દિવાળી પર્વની ધૂમ ખરીદી અને ભીડભાડને કારણે ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં (Gujarat Corona) વધારો થયો છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં નવા 1120 કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 1038 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા છે.
આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 1,84,964 પર પહોંત્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 1,68,858 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યનો રિકવરી રેટ 91.29 ટકા થયો છે. તો રાજ્યમાં કોરોનાને કારણે કુલ 3985 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 12,321 છે. જેમાંથી 69 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 12,252 દર્દીઓની હાલત સ્થિર છે.
અમદાવાદ શહેરમાં આજે 3 દર્દીનાં મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં જ 3 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 1 અને સુરત શહેરમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે વડોદરા શહેરમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસો પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 181, સુરત કોર્પોરેશન 141, વડોદરા કોર્પોરેશન 88, રાજકોટ કોર્પોરેશન 77, મહેસાણા 72, રાજકોટ 49, બનાસકાંઠા 43, સુરત 42, પાટણ 38, વડોદરા 37, ગાંધીનગર કોર્પોરેશન 38, સાબરકાંઠા 20, મોરબી 10, અમદાવાદ 18, સુરેન્દ્રનગર 21, ગાંધીનગર 28, ભરૂચ 14, જામનગર કોર્પોરેશન 18, પંચમહાલ 11, જામનગર 8, આણંદ 14, ખેડા 15, કચ્છ 18, અમરેલી 21, દાહોદ 9, ભાવનગર કોર્પોરેશન 8, મહીસાગર 10, જુનાગઢ 7, જુનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ 10, નર્મદા 7, અરવલ્લી 8, નવસારી 2, તાપી 6, ભાવનગર 5, દેવભૂમિ દ્વારકા 8, છોટા ઉદેપુર 3, પોરબંદર 5, બોટાદ 4 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..