ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,83,844 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ તો કોરોનાનાં કેસની સંખ્યા 1100ને પાર પહોંચી ગઇ છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1125 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1125 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,83,844એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3779એ પહોંચ્યો છે. જ્યારે 1352 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.28 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 186, સુરત કોર્પોરેશન 144, વડોદરા કોર્પોરેશન 92, રાજકોટ કોર્પોરેશન 86, મહેસાણા 70, રાજકોટ 48, બનાસકાંઠા 41, સુરત 40, પાટણ 38, વડોદરા 38, ગાંધીનગર કોર્પોરેશન 28, સાબરકાંઠા 23, મોરબી 22, અમદાવાદ 21, સુરેન્દ્રનગર 20, ગાંધીનગર 19, ભરૂચ 18, જામનગર કોર્પોરેશન 18, પંચમહાલ 17, જામનગર 16, આણંદ 14, ખેડા 13, કચ્છ 13, અમરેલી 12, દાહોદ 12, ભાવનગર કોર્પોરેશન 11, મહીસાગર 11, જુનાગઢ 9, જુનાગઢ કોર્પોરેશન 8, ગીર સોમનાથ 7, નર્મદા 6, અરવલ્લી 5, નવસારી 4, તાપી 4, ભાવનગર 3, દેવભૂમિ દ્વારકા 3, છોટા ઉદેપુર 2, પોરબંદર 2, બોટાદ 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 6 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3779એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,67,820 નાગરીકો સાજા થઈ ગયા છે. 3779ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,245 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 74 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,171 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો