ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 423 કેસ નોંધાયા અને 25 દર્દીના મોત, રાજ્યમાં કુલ કેસ 17217 અને મૃત્યુઆંક 1063

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 423 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 17,217 થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં કોરોનાના નવા 314 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 39 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 861 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 10,780 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

01/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 314
સુરત 39
વડોદરા 31
ગાંધીનગર 11
મહેસાણા 6
બનાસકાંઠા 3
રાજકોટ 3
સાબરકાંઠા 3
આણંદ 2
પોરબંદર 2
અન્ય રાજ્ય 2
ભાવનગર 1
અરવલ્લી 1
પંચમહાલ 1
મહીસાગર 1
પાટણ 1
વલસાડ 1
સુરેન્દ્રનગર 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1063 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 65 લોકો વેન્ટિલેટર પર છે તો 5309 લોકો સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો