કોરોનાથી બચવા વારંવાર સેનેટાઈઝર વાપરવું નુંકશાનકારક બની શકે છે, થઈ શકે છે આવા ગંભીર રોગ, નિષ્ણાતોએ કહ્યું- સાબુથી હાથ ધોવાનું સૌથી સારું

દુનિયાભરના લોકો કોરોના વાયરસથી બચવા બેફામ રીતે સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે. વિવિધ દેશોની સરકારો અને WHO દ્વારા પણ કોરોનાથી બચવા હેંડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ સેનેટાઈઝરથી ગંભીર રોગ થવાનો ખતરો હોવાનું એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે.

સ્કીનનાં વિશેષજ્ઞોનો દાવો છે કે બાજારમાં ઉપલ્બધ 90 ટકા હેન્ડ સેનેટાઈઝર સારી ગુણવત્તાનાં નથી, પરંતુ કોરોના વાયરસનાં ડરનાં પગલે તેનો વપરાશ બહોળા પ્રમાણમાં લોકો કરી રહ્યા છે. સેનેટાઈઝરના વધારે પડતા વપરાશથી શરીરમાં રોગો થઈ શકે છે. જેનાથી એલર્જી, ખંજવાળ, શુષ્ક ત્વચા જેવા રોગો થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાયરસથી બચવા સેનેટાઈઝર જ લોકો માટે હાથવગુ હથિયાર માનવામાં આવે છે. શહેર હોય કે ગામડુ દુનિયાના દરેક ઠેકાણે લોકો સેનેટાઈઝરનો ભરપુર ઉપયોગ કરે છે. સેનેટાઈઝરમાં આલ્કોહોલ વાપરવામાં આવે છે. પરંતુ આ આલ્કોહોલ અને અન્ય વસ્તુઓ એલર્જીનું કારણ બની શકે છે. સેનેટાઈઝરનાં વધુ વપરાશનાં કારણે ત્વચા લાલ થઈ શકે છે અને નાનાં નાના દાણાં પણ ઉપસી શકે છે. સેનેટાઈઝરમાં એથનોલ, એન પ્રોપેનોલ, આઈસોપ્રોફઆઈન નામનો ડ્રાઈ આલ્કોહોલ હોય છે. જેનાથી ત્વાચની પ્રાકૃતિક્તા ખતમ થઈ જાય છે. હાથમાં ખંજવાળ અને ત્વચા શુષ્ક થવા લાગે છે. અને આખા શરીર પર તેની વિપરીત અસર પડે છે.

આ મામલે એક સ્કિન સ્પેશિયાલિસ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી એવા દર્દીઓ આવી રહ્યા છે કે જેમને હાથમાં ખંજવાળ કે એલર્જીની સમસ્યા થઈ રહી છે. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓ સેનેટાઈઝરનો વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. ઘણા રિસર્ચમાં એ બાબત સાબિત થયું છે કે, સેનેટાઈઝરનો વધુ વપરાશ સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બની શકે છે. બાહરથી ઘરે આવે ત્યારે અથવા ઓફિસ પહોંચો ત્યારે સેનેટાઈઝરનો વપરાશ કરવો જરૂરી છે. પંરતુ વાંરવાર તેના વપરાશથી બચવું જોઈએ.

આ બાબતે એમ્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસરનાં જણાવ્યા મુજબ, સેનેટાઈઝરમાં વિષયુક્ત તત્વ અને બેંજાલ્કોનિયમ ક્લોરાઈડ હોય છે, જે કિટાણુંઓ અને બેક્ટેરિયાને હાથમાંથી બહાર ફેંકી દે છે, પરંતુ તે આપણી ત્વચા માટે બિલકુલ સારું નથી હોતું. તેનાં વધુ પડતા વપરાશથી બળતરા અને ખંડજવાળ આવે છે, તેની સારી સુંગધ માટે ફેથલેટ્સ નામના રસાયણનો ઉપયોગ લેવામાં આવે છે. જો તેની માત્રા વધારે હોયતો તે હાનિકારક સાબિત થાય છે.

ત્રણ કેસોથી સમજોઃ સાબુ vs સેનિટાઈઝરનો ફંડા

કેસ 1ઃ હાથો પર ફોલ્લીઓ અને ખંજવાળ
જવાહર નગર કોયલ (32)ફોલ્લીઓ, ખંજવાળ અને કાળી જાડી ચામડીની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી. આ લક્ષણ 15 દિવસથી હતા. કોયલે જણાવ્યું કે, ઘણી વખતે તે સેનિટાઈઝરથી હાથ ધોવે છે. તેણે સેનિટાઈઝરનો ઓછો ઉપયોગ કરવાની સલાહની સાથે સ્કિન એલર્જીની સારવાર આપવામાં આવી.

કેસ 2ઃ હાથની ચામડી નીકળવાની સાથે ખંજવાળ શરૂ થઈ
માલવીય નગરના રમેશ (40) વારંવાર હાથની ચામડી નીકળવાની અને ખંજવાળની સમસ્યા બતાવવા માટે આવ્યા. આ સમસ્યા 20 દિવસથી હતી. તેનું કાણ સેનિટાઈઝરનો વધારે ઉપયોગ કરવાનું હતું. પરિણામે ક્યુમૂલેટિલ ઈન્સલ્ટ એન્ડ કોન્ટેક્ટ ડર્મેટાઈટીસ બીમારી થઈ ગઈ.

કેસ 3ઃ હથેળી ખરબચડી થઈ ગઈ અને બળતરા થવા લાગી
વૈશાલી નગરમાં રહેતી યુવતીની હથેળીઓ ખરબચડી થઈ ગઈ અને બળતરા થવા લાગી. યુવતીને કોરોનાથી એટલો ડર હતો કે, ઘરના લોકો ના પાડતા હોવા છતાં 20થી વધુ વખત સેનિટાઈઝરથી હાથ ધોતી હતી. ડોક્ટરે સ્કિન એલર્જીની દવા આપી, હવે સારું છે.

સેનિટાઈઝરથી શું સમસ્યા થાય છે?

ઇથેનોલ, એન-પ્રોપેનોલ, આઈસોપ્રોપિલ ડ્રાય આલ્કોહોલ હાથના કુદરતી ભેજને નષ્ટ કરે છે. કેમિકલના કારણે રોમછિદ્રો શુષ્ક થઈ જાય છે. સેનિટાઇઝરના આ ત્રણ ઘટકોનો વારંવાર ઉપયોગથી સ્કિન એલર્જી, માથામાં દુખાવો અને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. સેનિટાઈઝરમાં બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ હોય છે, જે ત્વચા માટે જરૂરી જંતુઓ અને બેક્ટેરિયાને પણ ધોઈ નાખે છે. તેનાથી બળતરા અને ખંજવાળ પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો