કોરોના સામે દુનિયા આવી ઘૂંટણિયે: 7965નાના મોત, ઇટલીમાં મોતનું તાંડવ, USમાં કર્ફયૂ, ફ્રાન્સ લોકડાઉન

કોરોના વાયરસે દુનિયાના તાકાતવાર દેશોને પણ ઘૂંટણિયે ટેકવા મજબૂર કરી દીધા છે. દુનિયાભરમાં 1,60,000થી વધુ લોકો આ ખતરનાક વાયરસની ઝપટમાં છે. અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોના મોત આપને જણાવી દઇએ કે કોરોના વાયરસનો પ્રકોપ અત્યારે 145 દેશોમાં ફેલાઇ ચૂકયો છે.

ભારતમાં 147 લોકો કોરોના સંક્રમિત

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે દિવસેને વધી રહ્યું છે. રવિવાર રાતથી મંગળવાર રાત સુધી એટલે કે 48 કલાકમાં સંક્રમિતોની સંખ્યા ૯૯થી લધીને 147 થઈ ગઈ છે. બુધવારે પૂણેમાં વધુ એક દર્દીનો રિપોર્ટ સામે આવ્યો છે. 147 કેસમાં 112 ભારતીય દર્દીઓ છે જ્યારે 24 વિદેશી દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 38 કેસ છે જ્યારે કેરળમાં 25 અને ઉત્તર પ્રદેશમાં 15 કેસ છે. 14 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ઇટલીમાં 48 કલાકની અંદર 700થી વધુના મોતથી હાહાકાર

ઇટલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા થોભવાનું નામ જ લઇ રહ્યું નથી. અહીં સોમવારના રોજ પણ 349 લોકોના મોત થયા છે. આ જ રીતે ઇટલીમાં મૃતકોની સંખ્યા 2158 થઇ ગઇ છે. જ્યારે અહીં 27980 લોકો આ બીમારીથી પીડિત છે. 3213ની સંખ્યાની સાથે મૃતકોનો આંકડો અત્યારે પણ ચીનમાં સૌથી વધુ છે.

વિશ્વના દેશોમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ

દેશ મોત કેસ
ચીન 3237 80894
ઈટાલી 2503 31506
ઈરાન 988 16169
સ્પેન 533 11826
ફ્રાન્સ 175 7730
અમેરિકા 115 6509
દ. કોરિયા 84 8413
ભારત 3 147

ચીન બાદ હવે કોરોના વાયરસની મહામારી યુરોપમાં કહેર બનીને વરસ્યો છે. તો ઇટલી તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે. ઇટલીની સ્થિતિ ચીનથી પણ બદતર થઇ ગઇ છે. અહીં એક દિવસમાં જ 349 લોકોના મોત થયા. એટલે કે 48 કલાકની અંદર 700થી વધુ લોકોના મોતથી ઉંઘ હરામ થઇ ગઇ. તેની સાથે જ અહીં મૃતકોની સંખ્યાનો આંકડો 2000ને પાર થઇ ગયો છે. આટલા જલ્દી તો ચીનમાં પણ મોટી સંખ્યામાં લોકો મર્યા નહોતા.

ન્યૂજર્સી-સેન ફ્રાંસિસ્કોમાં કર્ફયૂ

કોરોનાના સંક્રમણથી બચવા માટે અમેરિકાના બે મોટા રાજ્યો ન્યૂજર્સી અને સૈન ફ્રાંસિસ્કોમાં કર્ફયૂની જાહેરાત કરી દેવાઇ છે. અમેરિકાના નાગરિકોને કહી દેવામાં આવ્યું છે જ્યારે ખૂબ જ જરૂરિયાત હોય તો જ ઘરમાંથી બહાર નીકળો. અમેરિકન રાષ્ટ્રપતિએ સોમવારના રોજ દેશવાસીઓને કહ્યું કે લોકો 10થી વધુની સંખ્યામાં ભેગા ના થાઓ. ન્યૂજર્સીમાં કર્ફ્યૂની જાહેરાત કરી દેવાઇ છે. ન્યૂજર્સીના ગવર્નરે કહ્યું કે આજ રાતથી બિનજરૂરી દુકાનો, મનોરંજનનો બિઝનેસ રાત્રે આઠ વાગ્યા બાદ ચોક્કસ બંધ કરી દેવામાં આવે. આ આદેશ રાત્રિના 8 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. સેન ફ્રાન્સિસ્કોએ પણ લોકોને ઘરની બહાર ના નીકવાનું કહ્યું છે. જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અત્યારે આખા દેશને લોક ડાઉનમાં નાંખવાની યોજના નથી. કયારેય ના સૂતું ન્યૂયોર્ક શહેર ખાલી-ખાલી લાગી રહ્યું છે. નાઇટ કલબ, થિયેટર, સિનેમા હોલ, કંસર્ટ બંધ કરી દેવાયા છે.


જુલાઇ-ઑગસ્ટ સુધીમાં કોરોના ઠીક થઇ શકે છે

અમેરિકાએ કોરોના વાયરસના ખાત્મા માટે ભલે વેક્સીનનું પરીક્ષણ કરી ચૂકયા છે પરંતુ અમેરિકાને પણ હવે લાગે છે કે આ બીમારી પર કાબૂ મેળવવામાં જુલાઇ ઑગસ્ટ સુધી લાગી શકે છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે પહેલી વખત સ્વીકાર કર્યો કે અમેરિકાનું અર્થતંત્ર રિસેશનના દોરમાં જઇ શકે છે.

ફ્રાન્સે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની કરી જાહેરાત

બીજીબાજુ ફ્રાન્સે પણ આવતા 15 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રાં એ સોમવારના રોજ કોરોના વાયરસના મુદ્દા પર રાષ્ટ્રને સંબોધિત કર્યા. મેક્રાંએ આદેશ આપ્યો કે કોરોના સંક્રમણ ના વધે એટલા માટે જરૂરી છે કે ફ્રાન્સના નાગરિક આવતા 15 દિવસ સુધી કમ સે કમ ઘરની બહાર ના નીકળે અને જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી પોતોનો સામાજિક સંપર્ક ઓછો કરી દે. તેમણે કહ્યું કે માત્ર ખૂબ જ જરૂરી ટ્રિપ હોય તેમને જ મંજૂરી અપાશે અને જે આ આદેશનું ઉલ્લંઘન કરશે તેમને દંડિત કરાશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈકોંએ કોરોના સંકટને યુદ્ધનું નામ આપ્યું

બીજીબાજુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોંએ કોરોના સંકટને યુદ્ધનું નામ આપ્યું છે. મંગળવારે અડધી રાતથી તેમણે ફ્રાન્સની પ્રજાને 15 દિવસ સુધી ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. મૈક્રોંએ કહ્યું કે લોકો ત્યારે બહાર નીકળી શકશે જ્યારે તેમને રાશન ખરીદવાનું હોય, ડૉકટરની જરૂર હોય કે પછી તેઓ કામ કરી રહ્યા હયો, જે ઘરથી ના કરી શકતા હોય કામ તે લોકો જ બહાર નીકળે. ફ્રાન્સમાં પહેલાં જ બાર, રેસ્ટોકાં, સિનેમા બંધ કરવાનો આદેશ આપ્યો છે. મેક્રોંએ કહ્યું કે અત્યારે સ્થિતિ યુદ્ધ જેવી છે, અત્યારે આખી સરકાર અને સાંસદનું ફોકસ આ મહામારી સામે લડવામાં હોવું જોઇએ.

સ્પેન, રૂસ, કેનેડાએ બોર્ડર સીલ કરી દીધી

પાકિસ્તાનમાં પણ એક જ દિવસમાં આ આંકડો 183 સુધી પહોંચી ગયો છે. બીજીબાજુ સ્પેન, રૂસે પોતાની બોર્ડર સીલ કરી દીધી છે. જર્મનીએ પણ પોતાના ત્યાં પ્રતિબંધ મૂકી દીધા છે. કેનેડાએ પણ કેનેડિયન અને અમેરિકનોને છોડી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો