225 રૂપિયામાં ભારતને કોરોનાની વેક્સીન મળશે, વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન સાથે કરાર કર્યો

દેશમાં ઓક્સફોર્ડની વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટની તરફથી એક નવા સમાચાર સામે આવ્યા. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને વેક્સીન અલાયન્સની સંસ્થા ગાવીની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ભારત અને ઓછી આવક ધરાવતા 92 દેશોને માત્ર 3 ડોલર એટલે કે 225 રૂપિયામાં વેક્સીન મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગેટ્સ ફાઉન્ડેશન વેક્સીન માટે ગાવીને ફંડ આપશે, જેનો ઉપયોગ સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન તૈયાર કરવા અને વહેંચવા માટે કરશે. વેક્સીનનનું હ્યુમન ટ્રાયલ પૂર્ણ થતાં જ તે ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.

શું છે ગાવી

ગાવી ગેટ્સ ફાઉન્ડેશનની જ એક સંસ્થા છે. જેનો ઉદ્દેશ ઓછી આવકવાળા દેશના લોકોને વેક્સીન પહોંચાડવાનો છે. વેક્સીનનું વિતરણ કોવેક્સ સ્કીમ અંતર્ગત કરવામાં આવે છે. સ્કીમનું લક્ષ્ય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિત દુનિયાભરના લોકો સુધી કોવિડ -19ની વેક્સીન પહોંચાડવાનું છે. કોવેક્સ સ્કીમનો એજન્ડા 2021 સુધી 200 કરોડ લોકોને વેક્સીન આપવાનો છે.

કોવિશીલ્ડ નામથી લોન્ચ થશે વેક્સીન

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટની સાથે મળીને વેક્સીનને તૈયાર કરી રહી છે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ (AZD1222)ના નામથી લોન્ચ કરવામાં આવશે.

મોટાપાયે ટ્રાયલ થશે

નેશનલ બાયોફાર્મા મિશન એન્ડ ગ્રાન્ડ ચેલેન્જ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સરકાર અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની વચ્ચે એક કરાર થયો છે. આ પ્રોગ્રામ અંતર્ગત વેક્સીના મોટાપાયે ટ્રાયલ માટે ઘણી ઈન્સ્ટિટ્યૂટની પસંદગી કરવામાં આવી છે. તેમાં હરિયાણાની પલવલની INCLEN ટ્રસ્ટ ઈન્ટરનેશનલ, પુણેની KEM હોસ્પિટલ, હૈદરાબાદની સોસાયટી ફોર હેલ્થ એલાયડ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ચેન્નઈની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ સામેલ છે.

તે ઉપરાંત AIIMS દિલ્હી-જોધપુર, પુણેની બી.જે મેડિકલ કોલેજ, જહાંગીર હોસ્પિટલ અને ભારતી હોસ્પિટલ, પટનાની રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, મૈસુરની જેએસએસ એકેડમી અને હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ગોરખપુરની નહેરુ હોસ્પિટલ, વિશાખાપટ્ટનમની આંધ્ર મેડિકલ કોલેજ અને ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચને પણ સામેલ કરવામાં આવી શકે છે.

બ્રિટન, આફ્રિકા અને બ્રાઝિલમાં ટ્રાયલ

અત્યારે આ વેક્સીનનું ટ્રાયલ બ્રિટન, સાઉથ આફ્રિકા, અને બ્રાઝિલમાં શરૂ થઈ ગયું છે. દેશમાં તેનું ટ્રાયલ મુંબઈ અને પુણેમાં ઓગસ્ટના અંત સુધીમાં શરૂ થશે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ નામથી લોન્ચ થશે. કંપનીના સીઈઓ અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, જો ટ્રાયલ સફળ રહેશે તો 2021ના પહેલા ક્વાર્ટર સુધી વેક્સીનના 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.

અત્યાર સુધી વેક્સીન અસરકારક સાબિત થઈ

મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. આ જાણકારી બાદ ઓક્સફોર્ડની વેક્સીન ફ્રંટરનર વેક્સીનની લિસ્ટમાં આગળ આવી ગઈ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, AZD1222 નામની આ વેક્સીન આપ્યા બાદ સારો ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સીન ટ્રાયલમાં રોકાયેલી ટીમ અને ઓક્સફોર્ડની મોનિટરિંગ ટીમને આ વેક્સીનની સુરક્ષા અંગે કોઈ ચિંતા જોવા મળી ન હતી અને તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો