રાજ્યમાં હાલ કોરોના (Coronavirus Cases Gujarat)ની બીજા લહેર ચાલી રહી છે ત્યારે સરકારે લગ્ન (Marriage Function) અને મૃત્યુ પ્રસંગે હાજર રહેનાર લોકોની સંખ્યા ઘટાડી દીધી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હાલ પોલીસ લગ્ન પ્રસંગમાં 100 લોકોને મંજૂરી આપે છે. આ દરમિયાન વલસાડના પારડી (Pardi Taluka)ના એક ગામ ખાતે યોજાયેલા એક લગ્ન સમારંભમાં કોરોના ફ્લાઇટ સ્ક્વૉડે (Corona Flying Squad) આયોજકને દંડ ફટકાર્યો હોવાની વિગત સામે આવી છે.
વલસાડના સાંઢપોર ગામ ખાતે અમદાવાદથી એક જાનમાં 400 લોકો આવી પહોંચ્યા હતા. જે બાદમાં તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. લગ્નમાં ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું ન હતું.
મળતી માહિતી પ્રમાણે વલસાડના સાંઢપોર ગામ ખાતે આ બનાવ બન્યો હતો. અહીં મોડી રાત્રે એક જાન અમદાવાદથી આવી પહોંચી હતી. જાનમાં 400થી વધારે લોકો આવતા તંત્રએ કાર્યવાહી કરી હતી. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ અને નિયમ સંખ્યા કરતા વધારે એકઠા થવા મામલે કોરોના ફ્લાઇંગ સ્ક્વૉડે કાર્યવાહી કરી હતી. ફ્લાઇંગ સ્ક્વૉડ તરફથી લગ્નના આયોજકને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અમદાવાદમાં હાલ રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે ત્યારે આ તમામ લોકો રાત્રે કેવી રીતે અહીં આવી પહોંચ્યા હતા તે પણ એક સવાલ છે. આ બનાવ ધ્યાને આવ્યા બાદ કોરના ફ્લાઇંગ સ્ક્વૉડે પોલીસને પણ જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ સરકારે તાબડતોબ લગ્ન પ્રસંગમાં 200 લોકોની મંજૂરી પરત લેતા ફક્ત 100 લોકોને મંજૂરી આપી હતી. સરકારના આવા નિયમથી જે લોકોએ લગ્નના આમંત્રણ કાર્ડ વહેંચી દીધા છે તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..