સુરત શહેરમાં 400 જેટલા રોડ વરસાદને કારણે ખરાબ થઇ ગયા હતા. જેને લઇને સુરત શહેર કોગ્રેસ દ્વારા ખાડા ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં કતારગામ મેયર જગ્દીશ પટેલના વોર્ડની આસપાસના વિસ્તારમાં પડેલા ખાડાને કોગ્રેસ દ્વારા ભરવામાં આવ્યા હતા, સાથે સાથે તેમાં વૃક્ષ પણ વાવણી કરવામાં આવી હતી. જેને લઇને સ્થાનિક પોલીસ દ્વારા કોગ્રેસના 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
કોગ્રેસ દ્વારા મનપાની પ્રીમોન્સૂન નિષ્ફળ કામગીરી તથા રોડ બનાવવામાં યોગ્ય નિરીક્ષણને અભાવે ક્ષતિગ્રસ્ત બની ગયેલ રોડ પર પડેલ ખાડાઓના પ્રતિકાત્મક વિરોધ સ્વરૂપે કતારગામ દરવાજા ખાતે રોડ પર પડેલા ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યકરો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રોડ પર પડેલા ખાડામાં માટી નાખી પૂરવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ હાથ ધર્યો હતો.
પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા, મનપાના વિપક્ષી નેતા પ્રફૂલ્લ તોગડિયા, કોર્પોરેટર શૈલેષ રાયકા વગેરે સહિત કેટલાંક કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે 400થી વધુ માર્ગોના ધોવાણ થયા હતા અને રસ્તા ખરાબ થઇ ગયા હતા. જેથી માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સામાન્ય જનતા દ્વારા પણ વિરોધ નોધાવવામાં આવ્યો હતો. જેથી મનપાના અધિકારીઓ પણ દોડતા થયા છે. મનપા કમિશ્નર દ્વારા પણ આ વિરોધને લઇને સાત દિવસમાં તમામ રોડ રીપેર કરવાની ખાત્રી આપી છે પરંતુ દિવસ દરમિયાન જે રસ્તા રીપેર થાય છે તેનાથી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..