ઈન્દોરમાં કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો હતો કબ્જો, બાબા સહિત 7ની ધરપકડ

ઇન્દોરઃ મધ્યપ્રદેશમાં વિધાસભાની 28 સીટો ઉપર થયેલી ઉપચૂંટણી દરમિયાન સરકાર વિરુદ્ધ લોકતંત્ર બચાવો યાત્રા કાઢનાર કમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગી (Computer Baba alias Namdev Das Tyagi)નો આશ્રમ આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ઇન્દોર શહેર પાસે આલેસા જમ્બૂડી હપ્સી ગામમાં ગોમ્મટગીરી ખાતે બનેલા આલીશાન આશ્રમ ઉપર આજે બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી જમીન કબ્જામાંથી મૂક્ત કરાવવાની કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે આશ્રમમાં એક આલીશાન બાથરૂમ પણ હતું. કાર્યવાહી દરમિયાન આશ્રમમાંથી બંદૂકો અને તલવારો પણ મળી હતી. આ ઉપરાતં કમ્પ્યુટર બાબા અને તેમના 6 સહાયકોની ધરપકડ કરવામાં આવી છે.

80 કરોડ રૂપિયાની 46 એકર જમીન ઉપર કબ્જોઃ

માનવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ રોડ ઉપર જમ્બુડી હપ્સી ગામમાં બાબાએ ગૌશાળાની 80 કરોડ રૂપિયાની 46 કરોડની જમીન ઉપર કબ્જો કર્યો હતો. જેમાંથી બે એકર જમીન ઉપર તેમણે આશ્રમ બનાવ્યો હતો. તંત્ર દ્વારા બે મહિના પહેલા કમ્પ્યુટર બાબાને નોટીસ મોકલી હતી. પરંતુ બાબા તરફથી કોઈ કાગળ રજૂ કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ આજે એડીએમ અજયદેવ શર્માએ નગર નિગમની ટીમ અને પોલીસને સાથે રાખીને ઘટના સ્થળ ઉપર પહોંચી આશ્રમ તોડી પાડ્યો હતો.

બાબાના ખાતાઓની કરશે તપાસઃ

એસડીએમ અજયદેવ શર્માના જણાવ્યા પ્રમાણે આ જમીન ઉપર હવે ગૌશાળા બનશે. આ સાથે અહીં બનેલા મંદિરને ધાર્મિક ક્ષેત્રના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જિલ્લા પ્રશાસન પ્રમાણે કમ્પ્યુટર બાબાએ બીજી અન્ય જમીનો ઉપર પણ કબ્જો કરી રાખ્યો છે. જેમાં 60 ફૂટ રોડ ઉપર કાલાધામ આશ્રમ સહિત અનેક ફરિયાદો મળી છે. પ્રશાસન પ્રમાણે બાબાના અનેક બેન્ક એકાઉન્ટ હોવા અને તેમાં અસમાન્ય તરીક રૂપિયા જમા હોવાની પણ ફરિયાદ મળી છે. તંત્રને આશ્રમમાંથી 315 બોરની બંદૂક, એક એરગન અને તલવારો મળી હતી.

મધ્ય પ્રદેશમાં એક સમયે કેબિનેટ મંત્રીનો દરજ્જો મેળવનારા અને કૉંગ્રેસ (Congress) પાર્ટીના નિકટતમ રહેલા કોમ્યૂbiટર બાબા (Computer Baba) મુશ્કેલીમાં ઘેરાઈ ગયા છે. ઈન્દોર (Indore)માં પ્રિવેન્ટિવ ડિટેન્શન હેઠળ કોમ્પ્યૂટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગીને પોલીસે કસ્ટડીમાં લઈને સેન્ટ્રલ જેલ મોકલી આપ્યા છે. પ્રશાસનની આ કાર્યવાહી હેઠળ કોમ્પ્યૂટર બાબા સહિત 7 લોકોને જેલ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્દોરમાં સ્થિત તેમના આશ્રમને પણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોમ્પ્યૂટર બાબાની વિરુદ્ધ આ કાર્યવાહી પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ (Digvijay Singh)એ વિરોધ વ્યક્ત કર્યો છે.

કૉંગ્રેસ પાર્ટીના નિકટતમ રહેલા કોમ્પ્યૂટર બાબા પોતાના નિવેદનોને કારણે અનેકવાર ચર્ચામાં રહે છે. મધ્ય પ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તામાં પરત ફરેલી કૉંગ્રેસ સરકારથી સિંધિયા સમર્થક ધારાસભ્યોના રાજીનામા બાદ પણ કોમ્પ્યૂટર બાબાના નિવેદનો ચર્ચામાં રહ્યા હતા. હાલ હવે એ જોવાનું છે કે બાબાના આશ્રમ પર સરકારે બુલડોઝર ફેરવ્યું છે તો આ સ્થિતિ સામનો તેઓ કેવી રીતે કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો