નકલી ઘી મામલે દૂધસાગર ડેરીના ચેરમેન, MD, લેબ હેડ સહિત પાંચ લોકો વિરૂદ્ધ નોંધાય ફરિયાદ

દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે સહકારી રાજકારણ ગરમાય ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હવે મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી મા ભેળસેળના મુદ્દે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થઇ છે. દૂધસાગર ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ હેડ, અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. વાઇસ ચેરમેન અને MDની પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરાઈ છે. બંનેને હાલ વડનગર કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ બાદ અટકાયત કરવામાં આવશે. વિસનગર dysp ની અધ્યક્ષતામાં 5 સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી ભેળસેળવાળું ઘી પકડાયા બાદ ફેડરેશન દ્વારા ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવી તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ, ભેળસેળવાળા ઘી પ્રકરણમાં રાજ્ય સહકારી રજિસ્ટ્રારે ડેરીના નિયામક મંડળને પત્ર લખીને એમડીને ફરજ મોકુફ કરવા આદેશ કર્યો હતો. ગત 24 જુલાઇએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડેરીના બે ટેન્કર પકડીને પોલીસ હેડ ક્વાર્ટર પર મૂકી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો