આંધ્રપ્રદેશની એક કોલેજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને સોનુ સૂદનું નામ આપ્યું, ઈમોશનલ એક્ટરે કહ્યું, ‘લાઈફની સૌથી મોટી પ્રાઉડ મોમેન્ટ’

આંધ્ર પ્રદેશના વિજયવાડાની સરતચંદ્ર કોલેજના આર્ટ એન્ડ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટનું નામ સોનુ સૂદ પરથી રાખવામાં આવ્યું છે. આ વાતથી સોનુ ભાવુક થઇ ગયો છે. છેલ્લા 9 મહિના દરમિયાન સોનુને જેટલો પ્રેમ અને સન્માન આખા દેશમાંથી મળ્યું છે એ પછી કોલેજે આ કામ કર્યું છે. સોનુને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે, ‘આ મારી જિંદગીનો સૌથી ખુશી અને ગર્વ કરવાનો સમય છે.’

કોલેજમાં પોતાનું નામ જોઇને સોનુએ કહ્યું કે, મારાં માતા પ્રોફેસર હતાં. તેમણે બાળકોને ફ્રીમાં ભણાવ્યાં. તેઓ હંમેશાં બાળકો માટે કામ કરવા માગતા હતાં. તેઓ મને કહેતા હતા કે સોનુ જ્યારે તું તારા પરિવારની સાથે કોઈ એક વ્યક્તિને ભણવામાં મદદ કરે છે ત્યારે આવનારી પેઢીને ફાયદો થાય છે. આ તેમનું સપનું હતું અને હવે તેમનું સપનું હું જીવી રહ્યો છું.

સોનુએ વધુમાં જણાવ્યું કે,‘આ એક એવી જગ્યા છે જે સૌથી વધારે સંખ્યામાં IAS અને IPS ઓફિસર દેશને આપે છે. ડિપાર્ટમેન્ટને મારું નામ આપવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. હું જાણું છું કે આ બધું જોઇને માતા ખુશ થશે. મારાં માતા-પિતા વિચારતા હશે કે તેમણે મારો ઉછેર સારી રીતે કર્યો છે. મારું માનવું છે કે દેશમાં સ્વાસ્થ્ય સુવિધા અને એજ્યુકેશન પર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. હું હવે તેનો એક ભાગ છું. હજુ બહુ લાંબો રસ્તો કાપવાનો છે.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો