તરુણીઓને ભોળવીને ભગાડી જવાના કિસ્સાઓથી કૂખ્યાત લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી 2018માં ફાંકડુ અંગ્રેજી બોલી ચોટીલામાં અંગ્રેજીના વર્ગા ખોલી એક તરુણીને ભગાડી ગયા બાદ આ મામલે સીબીઆઈની તપાસ શરૂ થઈ હતી. તેવા આ હાઈપ્રોફાઈલ કેસમાં રવિવારે ભાગી ગયેલી તરુણી ‘માતા’ના રૂપે એક બાળક સાથે પોતાના મા-બાપના ઘરે આવી પહોંચી હતી. ત્યારબાદ તરૂણીએ લંપટ શિક્ષક અંગે ધડાધડ એક પછી એક ખુલાસાઓ કર્યા હતા. આ કિસ્સામાં ભોગ બનનાર તરૂણીનું નામ નીધી ખખ્ખર સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
નીધી ખખ્ખરે લંપટ શિક્ષક અંગે એક પછી એક ખુલાસા કરતા આ હાઈપ્રોફાઈલ કેસમાં ગરમાવો આવી ગયો છે. CBIની પુછપરછમાં નીધીએ લંપટ શિક્ષકને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. નીધીએ જણાવ્યું કે, ભવિષ્યની વાતો કરીને ધવલ ત્રિવેદીએ મને પ્રેમજાળમાં ફસાવી હતી. તેઓ ટ્યુશનમાં મારો હાથ જોઈ વિદેશ યોગ હોવાનું કહી મને તેમના પ્રેમમાં ફસાવતા ગયા હતા. પરંતુ મને ભગાડી ગયા બાદ લંપટ ધવલ અંગે દોઢ મહિના બાદ મીડિયા દ્વારા મળી માહિતી મળી હતી.
નીધી ખખ્ખરે CBIની પુછપરછમાં બન્ને જણાં કયા કયા રહ્યા તેને લઈને પણ ખુલાસા કર્યા હતા. નીધી ખખ્ખરે જણાવ્યું કે, લપંટ ધવલ ત્રિવેદી અને હું નામ બદલીને પટના, જમ્મુ, નેપાળ, બિહાર, UPમાં રહ્યા હતા. લપંટે મારી સાથે લગ્ન કર્યા વગર મારી મરજી વિરુદ્ધ એક બાળકને જન્મ આપ્યો હતો. નીધીએ 12 માર્ચે પોતાના ઘર પાસે આવી હોવાનો પણ ખુલાસો કર્યો હતો, પરંતુ મારી ઘરમાં જવાની હિંમત ન થતા બહાર જ ઉભી રહી હતી. તેણે જણાવ્યું કે, મેં એક વખત આપઘાતની કોશિશ પણ કરી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી કેસમા સીબીઆઈની પુછપરછમા ચોટીલાની નીધી ખખ્ખરો નવા ખુલાસા કર્યા હતા. ધવલ મારો હાથ જોઈને અને એસ્ટોલોજી ભવિષ્ય જોઇને જાળમા ફસાવી હતી. ટયુશનમા આવતી નીધીનો હાથ જોઇને ધવલ ત્રિવેદી તારે વિદેશ યોગ છે આવી વાતો કરતો હતો, પરંતુ લંપટ શિક્ષક ધવલની અસલીયત મને દોઢ મહીના બાદ મીડીયા દ્રારા જાણવા મળી હતી, પરંતુ તે વખતે ખુબ મોડું થઈ ચૂક્યું હતું. તેણે જણાવ્યું કે, ધવલ ત્રિવેદી મને એકલો નહોતો મુકતો. તે સતત મારા પર વોચ રાખતો હતો.
નીધીએ જણાવ્યું કે, લંપટ ધવલ ત્રિવેદી મુખ્તારસીંહ અને નીધી નવનીતી કૌર નામથી બંને દેશમાં અલગ અલગ જગ્યાએ ફર્યા અને ત્યાં રહેતા હતા. 22 મહીનામાં ધવલે મને પટના, જંબુ, નેપાળ, બિહાર, યુપી સહીતના શહેરમાં ફેરવી હતી. લંપટે નીધી સાથે લગ્ન નહોતા કર્યા, પરંતુ તેની મરજી વિરુદ્ધ એક બાળકને જન્મ અપાવ્યો હતો. જે હું ઈચ્છતી નહોતી.
જાણો શું છે સમગ્ર હાઈપ્રોફાઈલ કેસ?
ધવલ ત્રિવેદીને ગત વર્ષે પડધરીમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલ બહાર આવ્યો અને ચોટીલા ટ્યૂશન ક્લાસીસમાં જોડાયો હતો. ત્યાં એક વેપારીની 18 વર્ષીય દીકરીને મોહજાળમાં ફસાવીને 11 ઓગસ્ટે ધવલ હરિચંદ્ર ત્રિવેદી નાસી છૂટ્યો હતો. જે આજ દિન સુધી CBIની પકડથી દૂર છે.
અપહરણકાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી આવી અનેક બાળાઓને ફસાવી ચુકેલ છે આવા જ ગૂનામાં માનસિક વિકૃતિ ધરાવતો આરોપી આજીવન કેદની સજા ભોગવતો હતો. જેને પેરોલ પર છુટીને ચોટીલામાં નવમી દિકરીને ફસાવી ગત તા. 11/8/18નાં અપહરણ કરી ગયેલ છે. જેની તપાસ હાલ સીબીઆઈ કરી રહી હતી. પરંતુ બાવીસ જેટલાં મહીના થવા છતા સીબીઆઈ પણ આ દીકરીને શોધવામાં નીષ્ફળ થઈ છે. ત્યારે આજે વહેલી સવારે શનિવારના રોજ દીકરી પોતાની જાતે પોતાના વતન ચોટીલા ખાતે ધરે પહોચી છે .ત્યારે દીકરી ધરે આવતા પરિવારજનોએ સ્થાનિક પોલીસને જાણ કરી તેમજ સીબીઆઈને પણ જાણ કરી છે.
2014માં ધવલ ત્રિવેદીએ CID સમક્ષ કહ્યુ હતું માય લાઇફ ઇન 10 વૃમન પરફેક્ટ લેડીને ફસાવી એનાં પર પુસ્તક લખીશ. ચોટીલાની યુવતી તેનો નવમો શિકાર હતી. અને તે પોતાના 10મા શિકારની શોધમાં છે. હજુ પણ ધવલ ત્રિવેદી સીબીઆઈના સકંજામાં આવ્યો નથી. તેવામાં તે હાલ પણ પોતાની 10મી યુવતીને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.
આજીવન કારાવાસની સજાના હુકમના 4 મહિના પછી ધવલે પેરોલ પર છૂટવા અરજી કરી. જેલમાં સારી ચાલ-ચલગતના કારણે તેના પેરોલ મંજૂર કરવામાં આવ્યા. ત્યારે પોલીસને ખબર ન હતી કે ધવલ 9મો શિકાર કરવા બહાર નીકળ્યો હતો. જેલમાંથી બહાર નીકળીને ધવલ ચોટીલા ગયો હતો. ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપીને 2 દિવસમાં જ એક ક્લાસિસ સંચાલકને વાકચાતુર્યથી વિશ્વાસમાં લઈ લીધો. વિદ્યાર્થિઓને સરકારી નોકરી મળી જાય એ માટે પોતે કમ્પિટિટિવ પરીક્ષાના ક્લાસિસ શરૂ કરવા માગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરીને ક્લાસિસ સંચાલકને મનાવી લીધા. ચાર દિવસમાં 8-10 વિદ્યાર્થિનીએ ક્લાસ જોઈન્ટ કરી લીધા. CBI યુવતીને ધવલ ક્યાં- ક્યાં લઈ ગયો હતો તેની તપાસ હાથ ધરી છે. તપાસ બાદ યુવતીના સંદર્ભમાં CBI કોઈ ફોડ પાડી શકે છે. હાલ યુવતીના ઘરે પોલીસ અને
મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં સુરત, આણંદ અને રાજકોટમાં 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવીને જિંદગી બરબાદ કરી નાખ્યાની વિગત તપાસ દરમિયાન બહાર આવી હતી. ધવલે ઉચ્ચ અભ્યાસ પછી 2003માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનના માત્ર 6 મહિના પછી પત્નીનું અવસાન થયું હતું. મુંબઈથી વડોદરા આવેલા ધવલે એમ.એસ. યુનિવર્સિટીની એક પંજાબી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. પોતે પણ પંજાબી હોવાનું કહી યુવતી સાથે લગ્ન કર્યા હતા.જે હાલ રાજકોટમાં એક ખાનગી શાળામાં એક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યાર પછી તેણે અન્ય એક યુવતીને ફસાવીને આણંદમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા. જો કે આ કેસમાં યુવતીના પિતાએ કાનૂની કાર્યવાહી કરીને પુત્રીના છૂટાછેડા લેવડાવી લીધી હતા. 2010માં ધવલ સુરત પહોંચ્યો. સુરતમાં પણ 2 સ્વરૂપવાન યુવતીને ફસાવવામાં સફળ થયો હતો.
22 મહિને યુવતી ઘરે પરત પાછી ફરી
22 મહિને મા-બાપને નિહાળી પુત્રી તેને ભેટી ચોધાર આંસુએ રડી પડી હતી. આ યુવતીને મુકવા બિહારથી એક યુવક આવ્યો હતો. ચોટીલામાં અંગ્રેજીના વર્ગા શરૂ કરનાર ધવલ ત્રિવેદીએ માત્ર 15 દિવસમાં જ પોત પ્રકાશીને એક તરુણીને પ્રેમજાળમાં ફસાવી ભાગી ગયો હતો, તેના મા-બાપે આ ઘટના વિષે સંતાપ વ્યક્ત કરતાં ભારે ઉહાપોહ બાદ આ કેસ સીબીઆઈને સોંપાયો હતો.
આ તરુણી એક બાળકની માતા બની ચોટીલા ખાતે તેના મા-બાપ પાસે પરત ફરી છે ત્યારે સીબીઆઈની ટીમ તેની પૂછપરછ કરી ધવલ ત્રિવેદીનો પત્તો મેળવવા મથી રહી છે. ઘણા સવાલોના જવાબો બાકી છે પરંતુ એ પૂર્વે આજે રાત્રે તેના પિતાએ જણાવેલી વિગતો અત્રે પ્રસ્તુત છે.
પૂત્રીને સંતાન સાથે જોઇ અમને આશ્ચર્ય નથી થયું
આજે સવારે ૧૧ વાગ્યે મારી પૂત્રી બાળક સાથે ઘરમાં આવી અને સીધી જ અમને ભેટીને રડી પડી… અમે તેના આંસૂ લૂછયા, પૂત્રીની સાથે બાળક હતું એ વિષે તો અમને અગાઉ અંદાજ હતો જ. પણ અમારા માટે પૂત્રી હેમખેમ મળી એ જ મોટી વાત છે. ઉત્તરાખંડથી પૂત્રીનો ફોન આવતાં અમે ત્યાં ગયેલા ૧ માર્ચ-૨૦૨૦ના મને ઉત્તરાખંડથી ફોન આવેલો મારી પૂત્રીએ બીજા નામે વાત કરીને જણાવેલું કે ‘તમારી પૂત્રી અહી છે’ અમે ત્યાં પહોંચ્યા ત્યારે એ બન્ને ત્યાં ન હતા.
ધવલ ત્રિવેદી મુખ્તારસિંઘ, પુત્રી બની નવનીતી કૌર
ઉત્તરાખંડમાં મકાન માલિકે જણાવ્યું કે અહીં આ બન્ને મુખ્તારસિંઘ અને નવનીતી કૌરના નામે રહેતા હતા. બન્ને વચ્ચે ઝઘડો થયેલો અને તેમની પાસે પૈસા ન હોઈ અમે રૂ.૨૫૦૦ આપેલા. મારી પૂત્રી પાસે એ સમયે મકાન માલિકે નંબર માંગ્યો હોવા છતાં અમારો નંબર ન આપેલો…તેને ડર હતો કે અમે ગૂસ્સો કરીશું.
ધવલે તરુણીનો ફોન ફેંકી દીધો
ધવલે મારી પૂત્રીનો ફોન ફેંકી દીધેલો- પોતે ફોન રાખતો નહીં–ઉત્તરાખંડમાં એ લોકો જ્યાં રહેતા હતા ત્યાંના પડોશીઓએ જ મને જણાવેલું કે તમારી પૂત્રી એક સંતાનની માતા બની ચૂકી છે.
ધવલ ત્રિવેદી અને મારી પૂત્રી માર્ચથી છુટા પડી ગયા હશે
મને લાગે છે કે મારી પૂત્રીએ ધવલ ત્રિવેદીથી ઝઘડો કર્યા બાદ જ મને ફોન કર્યા હશે પરંતુ બાદમાં એ બિહાર પહોંચી ગયેલી અને લોકડાઉનમાં કોઈ જગ્યાએ આશ્રય લીધો હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..