GSTના લેણા પેટેના 12 હજાર કરોડ નહીં ચૂકવીને કેન્દ્રનો ગુજરાત સાથે અન્યાય, કોરોનામાં 90 દિવસમાં ગુજરાતનું આર્થિક ચિત્ર ખુલ્લું પડ્યું

ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે, કોરોના મહામારીમાં આયોજન વિનાના લોકડાઉનના કારણે મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિક પાયમાલી થઈ છે.

કોરોનાના ૯૦ દિવસમાં ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું પડી ગયું છે, રાજ્ય સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે, ખુદ નાણાં મંત્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ ૧૨ હજાર કરોડની રકમ બાકી જીએસટીની રકમ પેટે માગ કરી છે.

જોકે કેન્દ્રની ભાજપ સરકાર ગુજરાતને જીએસટીના લેણા પેટે ૧૨ હજાર કરોડ નહિ ચુકવીને અન્યાય કરી રહી છે, તેમ ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે જણાવ્યું હતું.

જીએસટીની આવક કોરોનાના પગલે સાવ તળિયે આવી ગઈ છે, ગુજરાત સરકારે જીએસટીની આવકમાં મોટા પાયે ઘટાડાનો સ્વીકાર કર્યો છે, ૨૦૧૯માં આ સમયગાળા દરમિયાન ૧૩,૭૦૦ કરોડની આવક હતી, જેની સામે આ વર્ષે ૮,૯૦૦ કરોડની આવક એટલે કે ૫ હજાર કરોડની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે.

આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે ગુજરાતનું દેવું ૨૦૦૨માં ૪૭,૯૧૯ કરોડ હતું જે વધી માર્ચ ૨૦૧૯માં ૨,૮૮,૯૧૦ કરોડ થયું છે. કોરોના સમયે દેશના દરેક વ્યક્તિને સરેરાશ ૨૭ હજારનું તો ગુજરાતમાં ૪૫,૦૧૮નું નુકસાન થયું છે. ટેક્સટાઈલ, કેમિકલ, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ પારાવાર મુશ્કેલીમાં છે.

ધંધો રોજગાર જ ન હોય તો ટેક્સ ક્યાંથી ભરી શકાય? ઘણા સેક્ટરોએ કર્મચારીઓના પગાર કાપની સાથે કર્મચારીઓમાં ઘટાડો કર્યો છે, રાજ્યમાં વહીવટી ખર્ચ, યોજનાકીય ખર્ચ અને પ્રજાલક્ષી યોજના માટે નાણાં નથી તેમ ખુદ નાણાંમંત્રી કહી રહ્યા છે, જેનો અર્થ એ છે કે, ગુજરાતનું આર્થિક ચિત્ર ડામાડોળ છે, જેનો ભોગ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગના નાગરિકો બની રહ્યા છે.

જીએસટી-નોટબંધી બાદ માત્ર સુરતમાં ૫૦ હજાર યુનિટો બંધ થયા, બે લાખથી વધુ લોકોની રોજીરોટી છીનવાઈ છે. સામાન્ય લોકોને આત્મનિર્ભર બનવાની સલાહ આપીને સરકાર ભગવાન ભરોસે જીવવા કેમ મજબૂર કરી રહી છે?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો